Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે; પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 મૂર્ખના અહંકારી શબ્દો તેને પીઠ પર સોટીના ફટકા ખવડાવે છે, પણ જ્ઞાનીના શબ્દો તેનું રક્ષણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:3
21 Iomraidhean Croise  

જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે, અને વિનાશ આવશે ત્યારે તું બીશે નહિ.


યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.


જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાનથી ભરેલી વાત બોલે છે તે મૂંગા થાઓ.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિષે હોય છે; પણ પ્રામાણિક માણસોનું મોં તેમને બચાવશે.


પોતાનું મુખ સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મુખથી બોલનારનો વિનાશ થશે.


જ્યાં બળદો નથી, ત્યાં ગભાણ સાફ હોય છે; પણ બળદના બળથી ઘણી નીપજ થાય છે.


મૂર્ખના હોઠ કજિયા કરાવે છે, અને તેનું મોં ફટકા માગે છે.


મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે, અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.


જે માણસ અભિમાની ને અહંકારી હોય છે, તેનું નામ તિરસ્કાર કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.


જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે; અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે,


જે માણસ લોભી મનનો હોય છે, તે કજિયા સળગાવે છે; પણ યહોવા પર ભરોસો રાખનારને પુષ્ટ કરવામાં આવશે.


તથા તેના માથા પરનાં દશ શિંગડાં તથા પેલું બીજું ફૂટી નીકળેલું શિગડું કે જેના પ્રતાપથી ત્રણ પડી ગયાં, એટલે જે શિંગડાને આંખો તથા મોટી મોટી [બડાઈની] વાતો કરનાર મુંખ હતું, ને જે દેખાવમાં તેની સાથેનાં કરતાં મજબૂત હતું, તેઓનો ખરો અર્થ જાણવાની મેં ઇચ્છા દર્શાવી.


કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ.


તેં મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર‌ છે, તેનાથી હું પણ તને બચાવીશ.


હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરશો નહિ; તમારા મુખમાંથી કેમ કે યહોવા તો જ્ઞાનના ઈશ્વર છે, અને તે કૃત્યોની તુલના કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan