Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જ્ઞાની માણસ ચેતતો રહે છે અને આફતને ટાળે છે, પણ મૂર્ખ હેતુ વિહીન છે અને વધુ પડતો વિશ્વાસ ધરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:16
27 Iomraidhean Croise  

ત્યારે એસાવ બોલ્યો, “મારા ભાઈ, મારી પાસે બહુ છે; તારું જે છે તે તું પોતે જ રાખ.”


અને ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે આમ કરો ને જીવતા રહો. કેમ કે હુમ ઈશ્વરથી બીહું છું:


ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે આ સમય સુધીમાં. હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


તેણે કહ્યું, “તેઓ સલાહને માટે આવ્યા હોય, તો તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય, તોપણ તેઓને જીવતા પકડો.”


પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.


ઉસ દેશમાં એક માણસ હતો. તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમ જ ઈશ્વરભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો.


મનુષ્યને તેમણે કહ્યું, “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”


તમારા ભયથી હું કાપું છું; અને હું તમારાં ન્યાયવચનથી ડરું છું. હાયિન


ભૂંડાથી દૂર થા, અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.


કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.


ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.


જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે; અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે.


ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.


દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે; અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.


ડાહ્યો માણસ હાનિ [આવતી] જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.


હંમેશાં ભય રાખનાર માણસને ધન્ય છે; પણ જે માણસ પોતાનું હ્રદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.


જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે વાદવિવાદમાં ઊતરે, ગમે તો તે ગુસ્‍સે થાય કે ગમે તો હસે, પણ તેને કંઈ નિરાંત વળવાની નથી.


તું પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા;


જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ [બેડી નખાવીને] મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે;


તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.


અને ગધેડીએ યહોવાના દૂતને જોયો, ને બલામને લઈને તે બેસી ગઈ. અને બલામને રોષ ચઢ્યો, ને તેણે ગધેડીને લાકડી મારી.


જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ એ વાતો સાંભળીને તેમને પૂછયું, “તો શું અમે પણ આંધળા છીએ?”


દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan