Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 દુષ્ટનું ઘર પાયમાલ થશે; પણ પ્રામાણિકનો તંબુ આબાદ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 દુષ્ટનું મકાન જમીનદોસ્ત થઈ જશે, પણ સજ્જનનો તંબૂ ટકી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દુર્જનનું ઘર બરબાદ થઇ જશે, પણ સજ્જન વ્યકિતના તંબૂ સમૃદ્ધ થશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:11
21 Iomraidhean Croise  

કેમ કે અધર્મીનો સંઘ નિષ્ફળ થશે, અને લાંચિયાના તંબુઓને આગ ભસ્મ કરશે.


નક્કી દુરાચારીઓનાં રહેઠાણો એવાં જ છે, અને જેને ઈશ્વરનું જ્ઞાન નથી તેની દશા એવી જ છે.”


કેમ કે તમે કહો છો, ‘સરદારનું ઘર ક્યાં છે? જે તંબુઓમાં દુષ્ટો રહેતા હતા તે ક્યાં છે?’


તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહિ રહેશે. તે તેને મજબૂતાઈથી પકડી રાખશે, પણ તે ટકશે નહિ.


તારા દુશ્મનો લજ્જાથી દબાઈ જશે; અને દુષ્ટોનો તંબુ નાશ પામશે.”


જો તું પવિત્ર અને પ્રમાણિક હોત;‍ તો નિશ્ચે તે હમણાં તારે માટે જગૃત થઈને તારા ધાર્મિક નિવાસને આબાદ કરત.


તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારાં છોકરાં તારી મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપા જેવાં થશે.


કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ.


પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.


દુષ્ટો ઊથલી પડે છે, અને હતા ન હતા થઈ જાય છે; પણ સદાચારીનું ઘર કાયમ રહેશે.


યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે; પણ વિધવાની હદ તે કાયમ રાખશે.


નેક પુરુષ દુષ્ટો વિષે વિચાર કરે છે કે, તેઓ કેવા ઊથલી પડીને પાયમાલ થાય છે!


જ્ઞાનીના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ માણસ તેને સ્વાહા કરી જાય છે.


યહોવાનો શાપ દુષ્ટના ઘર પર [ઊતરે] છે; પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ આપે છે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તેને મોકલી દઈશ, ને તે ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સોગંદ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. અને તે તેના ઘરમાં ટકી રહેશે, અને તેને તેનાં લાકડાં તથા પથ્થરો સહિત ભસ્મ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan