Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અંત:કરણ પોતે પોતાની વેદના જાણે છે; અને પારકો તેના આનંદમાં હાથ નાખી શક્તો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 અંત:કરણ પોતે જ પોતાની વેદના જાણે છે; અને તેના આનંદમાં બીજું કોઈ ભાગીદાર થઈ શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકા તેના આનંદમાં જોડાઈ શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જ્યારે કોઇ વ્યકિતનું હૃદય વ્યથિત હોય છે ત્યારે ફકત તે વ્યકિતજ તેનું દુ:ખ અનુભવે છે. એ જ રીતે, જ્યારે કોઇ વ્યકિત સુખી હોય છે ત્યારે કોઇ અજાણ્યો તેના સુખમાં જોડાઇ શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:10
20 Iomraidhean Croise  

અને તેઓએ માંહોમાંહે કહ્યું, “ખરેખર આપણે આપણા ભાઈ વિષે અપરાધી છીએ. કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનનું દુ:ખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”


પછી તેણે પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવીને તેના ચરણ પકડ્યા. અને ગેહઝી એને હડસેલી કાઢવા માટે પાસે આવ્યો. પણ ઈશ્વરભક્તે કહ્યું, “એને રહેવા દે; કેમ કે એનું મન દુ:ખિત છે. યહોવાએ મારાથી તે છુપાવીને મને કહ્યું નથી.”


મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ.


પણ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મરણ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.


માટે હું મારું મુખ બંધ નહિ રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુ:ખ રડીશ.


તે મને શ્ચાસ લેવા દેતા નથી, પણ મને કષ્ટથી ભરપૂર કરે છે.


યહોવાનો મર્મ તેમના ભક્તોની પાસે છે. તેઓને તે પોતાનો કરાર જણાવશે.


અંત:કરણનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે; પણ હ્રદયના ખેદથી મન ભાંગી જાય છે.


હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?


એમ આત્મા મને ઊંચો ચઢાવીને લઈ ગયો; અને હું દુ:ખી થઈને તથા મનમાં તપી જઈને ગયો, ને યહોવાનો હાથ મારા પર સબળ હતો.


હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.


હું તમને અનાથ નહિ મૂકીશ, હું તમારી પાસે આવીશ.


ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે.


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્‍નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી.


હાન્‍નાનું દિલ બહુ દુખાતું હતું, ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી.


હાન્‍નાએ ઉત્તર આપ્યો, “ના, મારા મુરબ્‍બી, હું દુ:ખી મનની સ્‍ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan