Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે; પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે, અને બદનામ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 નેકજન જૂઠાણાને ધિક્કારે છે, પણ દુષ્ટની વાણી શરમજનક અને ઘૃણાસ્પદ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સદાચારી જૂઠને ધિક્કારે છે, પણ દુર્જન શરમ અને અપમાન લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:5
16 Iomraidhean Croise  

અસત્ય ઉપર હું દ્વેષ રાખું છું અને તેનાથી કંટાળું છું; પણ તમારા નિયમ ઉપર હું પ્રેમ રાખું છું.


આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.


દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અને અપકીર્તિ સાથે નિંદા [પણ આવે છે].


જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે; પણ મૂર્ખોને બદનામી જ મળશે.


[તે એ કે] વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કરો; મને દરિદ્રતા ન આપો, તેમજ દ્રવ્ય પણ ન આપો; મારે માટે અગત્યનું હોય તેટલા અન્‍નથી મારું પોષણ કરો;


એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;


પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય; યુદ્ધનો સમય અને સલાહશાંતિનો સમય.


ત્યાં તમને તમારાં આચરણ તથા તમારાં સર્વ કૃત્યો, જેઓથી તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, ત્યારે જે સર્વ દુષ્કર્મો તમે કર્યા છે તેમને લીધે તમે તમારી પોતાની નજરમાં પોતાની જાતને ધિક્કારશો.


ત્યારે તમને તમારાં દુરાચરણ તથા તમારાં અશુભ કૃત્યો યાદ આવશે; અને તમારાં દુષ્કર્મોને લીધે તથા તમારાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે તમારા પોતાના મનમાં પોતાને ધિક્કારશો.


તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.


એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સહિત ઉતારી મૂકયું છે.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


સામસૂને તેને કહ્યું, “કદી વપરાયા ન હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં.”


Lean sinn:

Sanasan


Sanasan