Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પોતાનું મુખ સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મુખથી બોલનારનો વિનાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:3
18 Iomraidhean Croise  

હે યહોવા, મારા મુખ પર ચોકી રાખો; મારા હોઠોનું દ્વાર સંભાળો.


તો ભૂંડું [બોલવા] થી તારી જીભને, અને કપટથી તારા હોઠને સંભાળ.


મેં કહ્યું, “હું મારા માર્ગોને સંભાળીશ કે, હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”


જ્ઞાની પુરુષો ડહાપણનો સંગ્રહ કરે છે; પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે.


ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.


જ્ઞાની હ્રદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.


દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે; પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.


આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.


મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે; પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે.


મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.


મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે, અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.


જે ચાડિયા તરીકે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે; માટે એવા હોઠ બહુ પહોળા કરનાર [ના કામ] માં હાથ નાખતો નહિ.


જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે.


જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.


સામસૂને તેને કહ્યું, “કદી વપરાયા ન હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં.”


ત્યારે સામસૂને પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, “મારા માથા પર [કદી] અસ્‍ત્રો ફર્યો નથી; કેમ કે મારી માના ઉદરમાંથી હું ઈશ્વરને માટે નાઝારી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે, ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં.”


Lean sinn:

Sanasan


Sanasan