Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે; પણ કપટીનો જીવ જુલમ [વેઠશે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 યોગ્ય વાણીથી માણસ સારાં વાનાં પ્રાપ્ત કરે છે, પણ કપટી લોકો હિંસાખોરીના ભૂખ્યા હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સજ્જન પોતાની વાણીનાં હિતકારી સુફળ ભોગવે છે, પરંતુ દગાબાજ કપટી તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:2
16 Iomraidhean Croise  

ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.


કેમ કે યહોવાના હાથમાં પ્યાલો છે, તેમાંનો દ્રાક્ષારસ રાતો છે; તે [તેજાનાની] મેળવણીથી ભરેલો છે, તેમાંથી તે પીરસે છે; પૃથ્વીના દુષ્ટો ખરેખર તળિયે પડી રહેલો કૂચો ચૂસી જશે.


તેઓ પોતાના જ લોહીને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું રહે છે.


નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.


માણસ પોતાના મુખના શબ્દોથી સંતોષ પામશે. અને માણસના હાથોના કામનું ફળ તેને પાછું આપવામાં આવશે.


માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે; અને તેના હોઠોની ઊપજથી તે ધરાશે.


મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.


કેમ કે તેઓ દુષ્ટતાને અન્‍ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.


તમે દુષ્ટતા ખેડી છે, ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે! તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તેં તારા રથો પર, તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો.


કેમ કે લબાનોન પર ગુજારેલો ગજબ તને ઢાંકી દેશે, ને પશુઓનો નાશ તને ભયભીત કરશે. માણસોના રક્તપાપને લીધે અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ પર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]


તેં ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તે માટે તે પ્રજાઓના બાકી રહેલા સર્વ તને લૂંટશે. માણસોના રક્તપાતને લીધે, અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ ઉપર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


Lean sinn:

Sanasan


Sanasan