Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ [પોતાની] મૂર્ખાઈ ફેલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 શાણા માણસો પોતાનાં કામ વિચારપૂર્વક કરે છે, પણ મૂર્ખાઓ તેમની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પ્રત્યેક ડાહ્યો માણસ સમજદારીથી વતેર્ છે. પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ જાહેર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:16
16 Iomraidhean Croise  

જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે; તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.


બુદ્ધિમાનના અંત:કરણમાં જ્ઞાન રહે છે; પણ મૂર્ખના અંતરમાંનું [જ્ઞાન] જણાઈ જાય છે.


જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે.


મૂર્ખને બુદ્ધિમાં તો નહિ, પણ તેનું હ્રદય પોતાનું સ્વરૂપ પ્રકાશે, તેમાં જ આનંદ છે.


જે માણસ અભિમાની ને અહંકારી હોય છે, તેનું નામ તિરસ્કાર કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.


તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.


વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેકને કહે છે કે, હું મૂર્ખ છું.


જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે, તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે, તથા અતિ મહાન થશે.


જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.


પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું. અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, અને ભૂંડી બાબતો વિષે ભોળા હો.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.


તો હવે તમારે શું કરવું તેનો તમે સમજીને વિચાર કરો. કેમ કે અમારા શેઠની તથા તેમના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો હલકો છે કે, તેને કોઈ કંઈ કહી શકે નહિ.”


કૃપા કરીને મારા મુરબ્બીએ એ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેમનું નામ છે, તેવા જ તે છે. તેમનું નામ નાબાલ [નાદાન] છે, ને તેમનામાં નાદાની છે. પણ મારા મુરબ્બીના જે જુવાનોને આપે મોકલ્યા હતા તેઓને મેં આપની દાસીએ જોયા નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan