Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે; પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 ચેતવણીની અવગણના કરનાર નાશ નોતરે છે, પણ આજ્ઞાપાલન કરનારને યોગ્ય બદલો મળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 શિખામણને નકારનાર આફત નોતરે છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:13
26 Iomraidhean Croise  

પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ જ ઉપાય રહ્યો નહિ.


મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.


હે યહોવાના ભક્તો, નાનાં મોટાં સર્વને તે આશીર્વાદ આપશે.


તમારા નિયમ પર પ્રેમ રાખનારાને બહુ શાંતિ મળે છે. તેઓને ઠોકર ખાવાનું કંઈ કારણ નથી.


વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.


પોતાની ભૂલો કોણ જાણી શકે? છાનાં પાપમાંથી તમે મને મુક્ત કરો.


પછી ફારુનના સેવકોમાંના જે જે યહોવાની વાણી ગણકારી નહિ તે બધાઅએ પોતાના સેવજોને તથા ઢોરને ઘેર હાંકી લાવ્યા.


પરંતુ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી છે, અને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી;


આશા [નું ફળ મળવામાં] વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.


પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે; પણ નેકીવાનોને હિતકારક બદલો મળશે.


જે [પ્રભુના] વચનને ધ્યાનમાં લે છે તેનું હિત થશે. અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે.


આજ્ઞા પાળનાર પોતાના આત્માનું રક્ષણ કરે છે; પણ જે પોતાના માર્ગો વિષે બેપરવા છે તે માર્યો જશે.


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


ત્યારે હોશાયાના પુત્ર અઝાર્યાએ, કારેઆના પુત્ર યોહાનાને તથા સર્વ ગર્વિષ્ઠ માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે; મિસરમાં જઈ રહેવાની મના કરવા માટે આપણા ઈશ્વર યહોવાએ તને મોકલ્યો નથી.


પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો, ને મારા વિધિઓમાં ચાલ્યા નહિ, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા કેમ કે તેમનું મન તેમની મૂર્તિઓ તરફ ખેંચાતું હતું.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા હતા, ને તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની ર્દષ્ટિ હતી.


ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાનું ભય રાખનારાઓને માટે તથા તેમના નામનું ચિંતન કરનારાઓને માટે યાદીનું પુસ્તક પ્રભુની હજૂરમાં લખવામાં આવ્યું.


તેણે યહોવાનું વચન તુચ્છ કર્યું છે, ને તેમની આજ્ઞા તોડી છે. માટે તે માણસ તદન અલગ કરાય, તેનો અન્યાય તેને માથે.”


તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.


તેમણે તેને કહ્યું, ‘જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહિ સાંભળે, તો જો મૂએલાંમાંથી કોઈ ઊઠે, તોપણ તેઓ માનવાના નથી.”


તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો.


Lean sinn:

Sanasan


Sanasan