Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે; પણ આળસુ માણસની પાસે વેઠ કરાવવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ખંતથી પરિશ્રમ કરનાર બઢતી પ્રાપ્ત કરે છે, પણ આળસુએ તો વેઠ જ કરવાની હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે, પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે; પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:24
15 Iomraidhean Croise  

અને તેણે એક આરામસ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ [જોઈ] તો તે ખુશકારક હતી. અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેઠ કરનારો દાસ થયો.


યરોબામ પરાક્રમી શૂરવીર યોદ્ધો હતો.સુલેમાને તે જુવાનને જોયો કે તે ઉદ્યોગી છે, તેથી તેણે એને યૂસફના ઘરના સર્વ કામ પર મુકાદમ ઠરાવ્યો.


જ્યારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો, ને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, દાઉદના કુટુંબની મદદે કોઈ રહ્યું નહિ.


પણ જેમનો પૂરો નાશ ઇઝરાયલીઓ કરી શકેલા નહિ, તેઓમાંથી બચી રહેલા સર્વ લોકનાં વંશજો જે તેમની પછી દેશમાં બચી રહેલા તેમના પર વેઠ નાખી, જે આજ સુધી છે.


ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.


આળસુ માણસ પોતે પકડેલો શિકાર રાંધતો નથી; પણ ઉદ્યોગી થવું એ મૂલ્યવાન સંપત્તિ મેળવવા જેવું છે.


આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.


ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે. અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસાનો ભાગ મળશે.


આળસ ભરઊંઘમાં નાખે છે; અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.


આળસુ કહે છે, ‘બહાર તો સિંહ છે; હું રસ્તામાં માર્યો જઈશ.’


પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો [તારે જાણવું કે] તે તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.


પણ ઇઝરાયલીઓ બળવાન થયા ત્યારે એમ થયું કે તેઓએ કનાનીઓ પર વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી મૂક્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan