Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 સદાચારીને કંઈ નુકસાન થશે નહિ; પણ દુષ્ટો હાનિથી ભરપૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 નેકજનોને કંઈ નુક્સાન થશે નહિ; પણ દુષ્ટોને પારાવાર હાનિ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 સદાચારીને કંઈ નુકશાન થશે નહિ, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 સજ્જન પર કદી આફત આવતી નથી, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:21
17 Iomraidhean Croise  

સર્વ દુ:ખથી યહોવા તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.


તારા પર કંઈ દુ:ખ આવી પડશે નહિ, મરકી તારા તંબુની પાસે આવશે નહિ.


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


પણ જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”


ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.


જેઓ ભૂંડી યોજના કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિના બોધકોને આનંદ છે.


પાપી હ્રદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે; અને સારો માણસ પોતા [ની જ વર્તણૂક] થી [તૃપ્ત થશે].


યહોવાનું ભય જીવનદાતા છે; [જે તે રાખે છે] તે સંતોષ પામશે; હાનિરૂપી માર તેના પર આવશે નહિ.


સારું તો એ છે કે એકને વળગી રહેવું અને બીજાને છોડવું નહિ; કારણ, જે માણસ ઈશ્વરનો ડર રાખે છે તે એ સર્વમાંથી મુક્ત થશે.


જે કોઈ [રાજાની] આજ્ઞા પાળે છે તેને કંઈ હરકત થશે નહિ; બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે;


તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે. વળી તું પીને બેસુન્નતના જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારી તરફ વળશે, ને તારી કીર્તિને ભારે કલંક લાગશે.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્‍ન કરે છે;


જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું ભૂંડું કરનાર કોણ છે?


જેમ તેણે [બીજાઓને] ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો! જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો!


Lean sinn:

Sanasan


Sanasan