Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સારો માણસ યહોવાની કૃપા મેળવશે; પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠરાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 સજ્જન પ્રભુની કૃપા મેળવે છે, પણ કપટીને ઈશ્વર દોષિત ઠરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે, પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ભલા માણસો યહોવાની કૃપા મેળવે છે, પણ જેઓ દુષ્ટ યોજનાઓ ઘડે છે તેઓ સજા પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:2
14 Iomraidhean Croise  

આબ્શાલોમ તેને કહેતો, “જો, તારી ફરિયાદ ખરી તથા વાજબી છે; પણ તારું સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”


જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે; તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.


પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે.


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે સમજ ચાહે છે; પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે.


જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે; અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે.


ભૂંડી યોજના કરનારાઓ શું ભૂલ નથી કરતા? પણ ભલી યોજના કરનારાને કૃપા અને સત્ય [પ્રાપ્ત થશે].


તેથી તું ઈશ્વર તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે.


દુષ્ટ તરંગો‍‍ રચનાર હ્રદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ;


કેમ કે જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે.


આત્માને રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી; તેમ મૃત્યુકાળ ઉપર પણ તેને સત્તા નથી; તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી; અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.


કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો, અને ઘણા લોકો પ્રભુ [ની મંડળી] માં ઉમેરાયા.


હવે ન્યાયી માણસને માટે ભાગ્યે જ કોઈ મરે; સારા માણસને માટે કોઈ એક કદાચ મરવાને પણ છાતી ચલાવે.


Lean sinn:

Sanasan


Sanasan