Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે; પણ સદાચારીનું મૂળ તો ફળદ્રુપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 દુષ્ટોના કિલ્લાઓ જમીનદોસ્ત થશે, પણ નેકજનોનાં મૂળ દઢ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે, પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 દુષ્ટ લોકો અનિષ્ટ યોજનાઓની ઇચ્છા રાખે છે પણ સદાચારીના મૂળ તો ફળદ્રુપ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:12
18 Iomraidhean Croise  

વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.


સિંહ જેમ ગુફામાં છુપાઈ રહે છે‍ તેમ તે ગુપ્ત જગામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે. તે દીનને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.


પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે.


દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્‍લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે.


નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે.


દુષ્ટનો આત્મા ભૂંડું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.


ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇઝરાયલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પુષ્ઠ ભરપૂર કરશે.”


યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી નીચે પોતાની જડ નાખશે, ને તેને ફળ આવશે.


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે.


હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.


પણ હમણાં પાપથી મુક્ત થયેલા, અને ઈશ્વરના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંતજીવન [મળે છે].


Lean sinn:

Sanasan


Sanasan