Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 નાસ્તિકની વાતોથી બીજાનો વિનાશ થાય છે, પણ નેકજનની વિદ્યા તેને બચાવી લે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે, પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:9
26 Iomraidhean Croise  

ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચાર સો જણને ભેગા કરીને તેમને પૂછ્યું, “હું યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરું કે પાછો રહું?” તેઓએ તેને કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોપશે.”


આથી જ અધર્મી માણસ રાજ ન કરી શકે, અને લોકોને ફાંદામાં નાખનાર કોઈ ટકી શકે નહિ.


ઈશ્વરને વીસરી જનાર સર્વના એ જ હાલ છે; અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.


કેમ કે મારા પર જે તહોમત મૂકનારો છે તે શત્રુ ન હતો; એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વૈરી ન હતો; એવાથી તો હું સંતાઈ રહી શકત.


પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ [યોજનામાં] સપડાઈ જશે.


સદાચારીને સંકટમાંથી છૂટો કરવામાં આવે છે, અને તેને સ્થાને દુષ્ટ આવે છે.


જુલમી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે.


જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.


પણ જ્યારે તમે ઉજ્જડના અમંગળપણા [ની નિશાની] જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.


અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.


તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો, અને સત્યમાંથી કંઈ જૂઠું [આવતું] નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan