Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે] તે કેટલું બધું [ખાતરીભરેલું છે] !

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 નેકજનને આ પૃથ્વી પર જ પુરસ્કાર મળે છે; એટલે દુષ્ટો તથા પાપીઓને અહીં જ બદલો ચૂકવાશે એ કેટલું સચોટ છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 નેકીવાનને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ અને પાપીને પણ તેના કામ પ્રમાણે બદલો મળશે તે કેટલું ખાતરીપૂર્વક છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 નીતિમાંન લોકોને ભલાઇનો બદલો મળતો હોય તો દુષ્ટો અને પાપીને તો બદલો મળે જ મળે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:31
15 Iomraidhean Croise  

કેમ કે જુઓ, જે નગર મારા નામથી ઓળખાય છે તેને પણ હું પીડા આપવા માંડું છું, તો શું તમે છેક શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહિ, કેમ કે હું પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તરવાર બોલાવી મંગાવીશ, એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.”


પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે; પણ નેકીવાનોને હિતકારક બદલો મળશે.


અને એ ઈશ્વરભક્ત વિદાય થયો, ત્યાર પછી માર્ગમાં એને સિંહ મળ્યો, ને સિંહે એને મારી નાખ્યો. અને એની લાશ માર્ગમાં પડી હતી, ને ગધેડો તેની પાસે ઊભો હતો. સિંહ પણ લાશની પાસે ઊભો હતો.


મારા ન્યાયીપણા પ્રમાણે યહોવાએ મને પ્રતિફળ આપ્યું; મારા હાથની શુદ્ધતા પ્રમાણે તેમણે મને બદલો આપ્યો છે.


એ માટે યહોવાએ મારા ન્યાયીપણા પ્રમાણે, તથા તેમની દષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.


જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે સમજ ચાહે છે; પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે.


ઉત્તમ કારીગર બધું કામ પોતે કરે છે; પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.


દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.


હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.


પણ ઇઝરાયલીઓ જેઓ મારાથી ભટકી જઈને પોતાની મૂર્તિઓના ઉપાસક થયા, તેઓ મારાથી ભટકી ગયા તે સમયે જે લેવીઓ મારાથી દૂર જતા રહ્યા તેઓનું દુષ્કર્મ તેઓને માથે રહેશે.


યથા લોક તથા યાજક, એમ થવાનું છે. હું તેઓને તેઓનાં દુરાચરણને માટે શિક્ષા કરીશ, ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan