Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 સજજનો પ્રામાણિક્તાથી દોરવાય છે, પણ દગાબાજો પોતાના કૂડકપટથી નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પ્રામાણિક માણસની વિશ્વસનીયતા તેને દોરે છે, પણ ધોખેબાજની વક્રતા તેના દુષ્ટ ઇરાદાને છુપાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:3
13 Iomraidhean Croise  

પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો, કેમ કે હું તમારી રાહ જોઉં છું.


હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.


યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.


સદાચારી યથાર્થી માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે.


માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હ્રદય યહોવા વિરુદ્ધ ચિડાય છે.


પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી પૂરેપૂરા ઊખેડી નાખવામાં આવશે.


દુષ્ટોનો બલાત્કાર તેઓને પોતાને જ ઘસડી નાખશે; કેમ કે તેઓ ન્યાય કરવાની ના પાડે છે.


યહોવાનિ દષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે; પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.


જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે તેનો બચાવ થશે; પણ જે માણસના માર્ગો અવળા હશે તે એકદમ પડી જશે.


અતિશય દુષ્ટ ન થા, તેમ જ મૂર્ખ પણ ન થ; કેમ કે તેમ કરીને તું શા માટે અકાળ મૃત્યુ પામે?


પણ દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાથી વિમુખ થનાર નાશ પામશે.


અને બીજાઓને મારી નાખ્યા તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને, એટલે અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબા, એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દિકરા બલામને તરવારથી મારી નાખ્યો.


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


Lean sinn:

Sanasan


Sanasan