Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 નેકજનોની આકાંક્ષાઓની પરિપૂર્તિ કલ્યાણકારી હોય છે, પણ દુષ્ટો તો કોપની જ આશા રાખી શકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 નેક માણસની ઇચ્છા સારી જ હોય છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ કોપરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ભલા માણસોની ઇચ્છાઓ સારી વસ્તુઓમાં પરિણમે છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ ફકત ગુસ્સામાંજ વિરમે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:23
16 Iomraidhean Croise  

યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે; તમે તેઓનાં હ્રદયોને તૈયાર કરશો, તમે કાન ધરશો;


મેં મારા ખરા હ્રદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.


તમારા વિધિઓ પાળવાને માટે મારા આચારવિચાર દઢ થાય તો કેવું સારું!


યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.


જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હ્રદયની ઇચ્છાઓ પૂરી પાડશે.


સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.


એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે.


દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુસમયે નાશ પામશે; અને અન્યાયીની આશા નાશ પામે છે.


નેકીવાનોના વિચાર વાજબી હોય છે; પણ દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે.


માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે; પણ કપટીનો જીવ જુલમ [વેઠશે].


રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.


હું તો તારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠયો નથી, ને મેં દુ:ખી દિવસની ઈચ્છા કરી નથી, એ તમે જાણો છો; મારા હોઠમાંથી જે નીકળ્યું તે તમારા મોઢા આગળ હતું.


જેઓને ‍ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે.


પણ ઇનસાફની ભયંકર અપેક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan