Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુ કુટિલ મનવાળાને ધિક્કારે છે, પણ તે સદાચારીથી પ્રસન્‍ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે, પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોવા માટે કપટી લોકો ઘૃણાસ્પદ છે; પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેને આનંદરુપ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:20
20 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


આડું હ્રદય મારાથી વેગળું થશે; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.


કેમ કે યહોવા ન્યાયી છે; તે‍ ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મોં જોશે.


સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.


ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.


તમે અંત:કરણથની સત્યતા માગો છો; અને મારા હ્રદયને તમે જ્ઞાન શીખવશો.


ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.


જૂઠા હોઠો યહોવાને કંટાળરૂપ છે; પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે.


સદાચારી યથાર્થી માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે.


મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે; પણ પ્રામાણિકો ઉપર [ઈશ્વરની] કૃપા છે.


દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે; પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.


દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે; પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.


કેમ, કે આડા માણસોથી યહોવા કંટાળે છે; પણ પ્રામાણિક લોકો તેનો મર્મ સમજે છે.


તેના હ્રદયમાં આડાઈ છે, તે સતત તરકટ રચ્યા કરે છે; તે કુસંપનાં બીજ રોપે છે.


દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.


તિરસ્કાર કરનારને ઠપકો આપનાર બદનામ થાય છે; અને દુષ્ટ માણસને ધમકાવનારને અપજશ મળે છે.


Lean sinn:

Sanasan


Sanasan