Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 સદાચારીનું સ્મરણ આશીર્વાદ છે. પરંતુ દુરાચારીનું નામ તો સડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:7
20 Iomraidhean Croise  

તેના દીકરાને હું એક કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા માટે મેં પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી સમક્ષ હમેશા રહે.


‘કેમ કે હું મારી પોતાની ખાતર, તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’”


તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઇશ્વરના અને મંદિરના સબંધમાં સારી સેવા બજાવી હતી.


હિઝકિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને દાઉદના પુત્રોના કબરસ્તાનના ઉપલા ભાગમાં લોકોએ તેને દાટ્યો, યહૂદિયાના તથા યરુશાલેમનાં સર્વ રહેવાસીઓએ તેના અંતકાળે તેને માન આપ્યું, તેનો પુત્ર મનાશ્શા તેની પાછળ રાજા થયો.


તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે, અને શેરીમાં તેનું નામનિશાન રહેશે નહિ.


જનેતા તેને ભૂલી જશે; કીડો મઝાથી તેનું ભક્ષણ કરી જશે; પાછળથી તેને કોઈ સંભારશે નહિ; અને અનીતિને [સળેલા] ઝાડની જેમ ભાંગી નાખવામાં આવશે.


માણસો તેની સામે તાળીઓ પાડશે, અને તેની જગાએથી તેનો ફિટકાર કરશે.


તેના વંશનો ઉચ્છેદ થાઓ, આવતી પેઢીમાં તેઓનું નામ ભૂંસાઈ જાઓ.


તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામનિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે.


કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.


જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે.


[ન્યાયીઓએ] પોકાર કર્યો, અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા.


મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે. [ને કહે છે કે,] “તે ક્યારે મરશે, અને તેના નામનો નાશ ક્યારે થશે?”


[ભલું] નામ એ પુષ્‍કળ ધન કરતાં, અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.


વળી મેં દુષ્ટોને દાટેલા જોયા, અને તેઓને [કબ્રસ્તાનમાં લાવજામાં] આવ્યા; અને ન્યાયીઓ પવિત્રસ્થાનમાંથી જતા રહ્યા, અને તેમનું પણ સ્મરણ નગરમાંથી નષ્ટ થયું. એ પણ વ્યર્થતા છે.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “હું તેઓની સામો ઊઠીશ, અને બાબિલમાંથી [તેઓનું] નામ તથા શેષ ને પુત્રપૌત્રાદિ કાપી નાખીશ, ” યહોવાનું વચન એવું છે.


હે યહોવા, ઇઝરાયલની આશા, જેઓ તમને તજી દે છે તેઓ સર્વ લજ્જિત થશે; જેઓ તમારી પાસેથી ફરી જાય છે તેઓ [નાં નામ] ધૂળમાં લખાશે, કેમ કે જીવતા પાણીના ઝરાનો, એટલે યહોવાનો, તેઓએ ત્યાગ કર્યો છે.


વળી હું તમને ખરેખર કહું છું કે, આખા જગતમાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્‍ત્રીએ જે કર્યું છે, તે એની યાદગીરીમાં કહેવામાં આવશે.”


કારણ કે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા પર દષ્ટિ કરી છે; કેમ કે, જો હવેથી બધી પેઢીઓ મને ધન્ય કહેશે.


Lean sinn:

Sanasan


Sanasan