Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 વાવાઝોડું ફૂંકાશે ત્યારે દુષ્ટો હતા ન હતા થઈ જશે, પણ નેકજનોનો પાયો સદાકાળ ટકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી, પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 વાવાઝોડું પસાર થતાં દુરાચારીનું નામ નિશાન રહેતું નથી. પણ સદાચારી માણસ હંમેશાં અડીખમ ઉભો રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:25
20 Iomraidhean Croise  

તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.


તે સ્વપ્નની જેમ ઊડી જશે, અને તેનો પત્તો પણ લાગશે નહિ; રાતના સંદર્શનની માફક તે લોપ થઈ જશે.


તેઓ [કેટલી વાર] પવનથી ઘસડાતા ખૂંપરા જેવા, અને તોફાનથી ઊડતાં ફોતરાં જેવા હોય છે?


યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.


તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.


એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે, અને વંટોળિયાની જેમ તમારી ઉપર વિપત્તિ ધસી આવશે; જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે [હું તમારી મશ્કરી કરીશ].


સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ; પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.


માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ; પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ.


દુષ્ટો ઊથલી પડે છે, અને હતા ન હતા થઈ જાય છે; પણ સદાચારીનું ઘર કાયમ રહેશે.


તેઓ રોપાયા ન રોપાયા, તેઓ વવાયા ન વવાયા, તેઓનાં મૂળ જમીનમાં બાઝયાં કે, તરત જ તે તેઓ પર ફૂંક મારે છે, એટલે તેઓ સુકાઈ જાય છે, ને વંટોળિયો તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.”


અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે.


પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.


ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે [જીવન] તેઓ ધારણ કરે.


પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.


Lean sinn:

Sanasan


Sanasan