Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવાના આશીર્વાદ ધનવાન બનાવે છે, અને યહોવા તેમાં મુશ્કેલીઓ ઉમેરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:22
31 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.


‘હું સૂતળી કે જોડાની વાધરી કે તારી કંઈપણ વસ્તુ નહિ લૂઉં, ’ રખેને તું કહે કે ઇબ્રામ મારાથી ધનવાન થયો છે.


અને યહોવાએ મારા ધણીને બહુ આશીર્વાદ આપ્યો છે; અને તે મોટો થયો છે; અને તેણે તેને ઘેટાં તથા ઢોર તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઊંટ તથા ગધેડાં આપ્યાં છે.


અને ઇસહાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે સોગણું પામ્યો; અને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો.


અને તે મોટો માણસ થયો, ને એમ વધતાં વધતાં બહુ જ મોટો થયો.


અને તેને તું આમ કહે જે કે યહોવા કહે છે કે, તેં ખૂન કરીને કબજો પણ લીધો છે?’ વળી તું તેને કહે જે કે, યહોવા એમ કહે છે કે, જ્યાં કૂતરાંએ નાબોથનું રક્ત ચાટ્યું, તે જ જગામાં કૂતરાં તારું, હા, તારું રક્ત ચાટશે.’”


યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.


અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ ઇઝરાયલની સેવાને માટે જે સો તાલંત મેં આપ્યા છે તેનું આપણે કેમ કરવું?” ઈશ્વરભક્તે તેને ઉત્તર આપ્યો, “તમને એ કરતાં પણ વિશેષ આપવાને યહોવા સમર્થ છે.”


હિઝકિયાને પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું, તેણે પોતાને માટે સોનુંરૂપું, મૂલ્યવાન હીરામાણેક, સુગંધીદ્રવ્યો, ઢાલો તથા સર્વ પ્રકારનાં સુંદર પાત્રો, ભરવાને માટે ભંડારો બનાવ્યા.


વળી તેણે પોતે નગરો વસાવ્યાં, તથા ઘેટાંબકરાંની તથા બીજા ઢોરની પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને અતિશય દ્રવ્ય આપ્યું હતું.


તે તેઓને આશીર્વાદ આપે છે, અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; વળી તે તેઓનાં ઢોરઢાંકને ઘટી જવા દેતા નથી.


તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે; કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા [હોય તોપણ] તેમને આપે છે.


જેને [ઈશ્વર] આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે. અને જેને તે શાપ આપે છે તેનો ઉચ્છેદ થશે.


જ્ઞાનીઓનો મુગટ તેઓનું ધન છે; પણ મૂર્ખોની મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ રહે છે.


શરૂઆતમાં તો વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે; પણ તેનું પરિણામ આશીર્વાદરૂપ થશે નહિ.


ભૂંડી નજરવાળો દ્રવ્યની પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં દરિદ્રતા આવી પડશે.


જેથી હું મારા પર પ્રેમ કરનારાઓને સંપત્તિનો વારસો આપું, અને તેઓના ભંડારો ભરપૂર કરું.


દશ દિવસને અંતે, જે છોકરાઓ રાજાનું ખાણું ખાતા હતા તે સર્વના કરતાં તેમના ચહેરા વધારે ખૂબસૂરત દેખાયા, ને તેઓ શરીરે પુષ્ટ માલૂમ પડ્યા.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તેને મોકલી દઈશ, ને તે ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સોગંદ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. અને તે તેના ઘરમાં ટકી રહેશે, અને તેને તેનાં લાકડાં તથા પથ્થરો સહિત ભસ્મ કરશે.”


અને હવે, જુઓ, ઓ યહોવા, જે ભૂમિ તમે મને આપી છે તેના પ્રથમ ફળમાંથી હું લાવ્યો છું.’ અને યહોવા તારા ઈશ્વરની આગળ તે મૂકીને તારે યહોવા તારા ઈશ્વરનું ભજન કરવું.


અને જે દેશ તને આપવાને યહોવાએ તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી, તેમાં તારા પેટના ફળ વિષે, તથા તારાં ઢોરના [પેટના] ફળ વિષે, તથા તારી ભૂમિના ફળ વિષે યહોવા તને ઘણો જ આબાદ કરશે.


અને શાપિત વસ્‍તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો; અને એમ કરીને ઇઝરાયલની છાવણીને શાપિત કરો, ને તેને હેરાન કરો.


Lean sinn:

Sanasan


Sanasan