Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 નેક માણસના હોઠો ઘણાને તૃપ્ત કરે છે; પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 નેકજનના શબ્દો ઉન્‍નતિકારક નીવડે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈને લીધે માર્યો જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ન્યાયી માણસની વાણી ઘણાને પોષે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:21
28 Iomraidhean Croise  

તેમના હોઠોની આજ્ઞાથી હું પાછો હઠયો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.


ન્યાયી પોતાને મુખે ડહાપણની વાત કરે છે, અને તેની જીભે તે ન્યાય બોલે છે.


કેમ કે તેઓએ જ્ઞાનનો ધિક્કાર કર્યો, અને તેઓએ યહોવાનું ભય પસંદ કર્યું નહિ;


માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે, અને પોતાની યુક્તિપ્રયુક્તિઓનો પેટભરીને અનુભવ કરશે.


કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.


સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું રહે છે.


વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.


નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે.


જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે; પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.


જ્યારે મૂર્ખને બુદ્ધિ નથી ત્યારે જ્ઞાન ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?


અને કહે, ‘શા માટે મેં શિખામણનો ધિક્કાર કર્યો, અને મારા અંત:કરણે ઠપકાને તુચ્છ ગણ્યો!


તું વિવેકબુદ્ધિ સાચવી રાખે, અને તારા હોઠ સમજને સંઘરી રાખે.


શિક્ષણ વગર તે માર્યો જશે; અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે.


સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે; તે પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય છે.


બુદ્ધિમાનનાં વચનો આર જેવાં છે અને સભાપતિઓ [નાં વચનો] કે [જે] એક પાળક તરફથી આપવામાં આવેલાં છે, તેઓ બરાબર જડેલા ખીલા જેવાં છે.


તેથી મારા લોક અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે; અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સાધારણ માણસો તરસથી સુકાઈ ગયા છે.


તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.


મારા મનગમતા પાળકો હું તમને આપીશ, ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે.


“જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


ઈશ્વરનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડયાથી નહિ પણ ખુશીથી કરો, નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો.


Lean sinn:

Sanasan


Sanasan