Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી; પણ નેકી મોતથી ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ભ્રષ્ટાચારથી ભેગા કરેલા ધનથી ભલું થતું નથી, પણ નેકી મૃત્યુના મુખમાંથી ઉગારી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 કુમાર્ગે પ્રાપ્ત કરેલી સંપત્તિથી કશો લાભ નથી. પરંતુ સદાચારી જીવન વ્યકિતને મોતથી ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:2
15 Iomraidhean Croise  

કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.


નેકીના માર્ગમાં જીવન છે; અને તેમાં મરણ છે જ નહિ.


ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે; પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે.


જૂઠી જીભથી ધન સંપાદન કરવું એ આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે; એવું [કરનાર] મોત માગે છે.


તેઓ પોતાનું રૂપુ રસ્તાઓમાં ફેંકી દેશે ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે. યહોવાના કોપને દિવસે તેઓનું [સોનુંરૂપું] તેમને દુરાચરણ [કરાવનાર] ઠોકરરૂપ થયું છે.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના [ક્રોધના] આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


જેથી જેમ પાપે મરણ [રૂપી રાજ્ય] માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.


અને તેમની સાથે એકરૂપ થાઉં, અને નિયમ [શાસ્‍ત્રના પાલન] થી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, તે મારું થાય.


Lean sinn:

Sanasan


Sanasan