Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 કપટી શબ્દોથી દ્વેષભાવ છુપાવનાર અને કૂથલી ફેલાવનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે પણ ચાડી કરનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા બોલો છે, પણ કૂથલી કરનાર મૂર્ખ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:18
18 Iomraidhean Croise  

આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.


કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓનાં અંત:કરણોમાં નરી દુષ્ટતા છે; તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.


તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


“તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર.


તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.


“તમે દરેક તમારા પડોશીથી સાવધાન રહો, કોઈ પોતાના ભાઈ પર ભરોસો ન રાખો કેમ કે દરેક ભાઈ કાવતરું કર્યા કરશે, ને દરેક પડોશી નિંદા કર્યા કરશે.


ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક, તેમ જ તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે; હું યહોવા છું.


અને હજુએ શાઉલ દાઉદથી અગાઉ કરતાં વધારે બીવા લાગ્યો. અને શાઉલ દાઉદનો હમેશનો વૈરી રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan