Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં છે; પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 શિસ્તમય આચરણ કરનાર જીવનના માર્ગે ચાલે છે, પણ શિખામણની અવજ્ઞા કરનાર તે માર્ગેથી ભટકી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જે શિખામણને સ્વીકારે છે, તે જીવનના રસ્તે છે, પણ જેઓ ઠપકાને ગણકારતા નથી તેઓ ભૂલો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:17
22 Iomraidhean Croise  

પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.


તેઓએ મારો બોધ બિલકુલ ચાહ્યો નહિ; તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો;


જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે સમજ ચાહે છે; પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે.


માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.


શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ આત્માને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.


શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.


મારા પિતાએ મને શિક્ષણ આપતાં કહ્યું, “તારા અંત:કરણમાં મારા શબ્દો સંઘરી રાખ; મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે:


અને કહે, ‘શા માટે મેં શિખામણનો ધિક્કાર કર્યો, અને મારા અંત:કરણે ઠપકાને તુચ્છ ગણ્યો!


મંડળમાં તથા સંમેલનમાં હું લગભગ દેહાંતદંડની શિક્ષા પામત [એવો હતો].’


કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;


તારા મુખને લીધે તું પાપમાં ન પડ; તેમ જ દૂતની રૂબરૂ એમ ન કહે, “એ તો ભૂલ થઈ!” શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે!


પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”


જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ.


તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે [તેનાથી દૂર] ખેંચાઈ જઈએ.


તેણે નજર ઊંચી કરી તો તે વટેમાર્ગુને નગરના રસ્તામાં [બેઠેલો] જોયો. ત્યારે તે વૃદ્ધ માણસે તેને પૂછયું, “તું ક્યાં જાય છે, અને ક્યાંથી આવ્યો છે?”


Lean sinn:

Sanasan


Sanasan