Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વિવેકબુદ્ધિવાળાના હોઠો પર જ્ઞાન માલૂમ પડે છે; પણ મૂર્ખની પીઠને માટે લાકડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 સમજુ માણસની વાતો જ્ઞાનયુક્ત હોય છે, પણ અક્કલહીન માટે તો શિક્ષાની સોટી હોય છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જ્ઞાની માણસની જીભને ટેરવે શાણપણ રહે છે.જ્યારે મૂર્ખને પીઠે ડફણાં પડે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:13
18 Iomraidhean Croise  

ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવા ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તેઓ તારી પાસે આવે નહિ, તેમના જેવો તું ન થા.


ન્યાયી પોતાને મુખે ડહાપણની વાત કરે છે, અને તેની જીભે તે ન્યાય બોલે છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તીડ [લાવવા] માટે તું તારો હાથ મિસર દેશ ઉપર લાંબો કર કે, તેઓ મિસર દેશ ઉપર આવીને કરાથી બચેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય.”


નેક માણસના હોઠો ઘણાને તૃપ્ત કરે છે; પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે.


સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે; પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે.


પોતાને મુખે આપેલા [યોગ્ય] ઉત્તરથી માણસને આનંદ થાય છે; અને વખતસર [બોલેલો] શબ્દ કેવો સારો છે!


જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે; પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.


જ્ઞાની અંત:કરણવાળો માણસ શાણો કહેવાશે; અને મીઠા હોઠોથી સમજની વૃદ્ધિ થાય છે.


મૂર્ખને સો ફટકાના કરતાં, બુદ્ધિમાનને ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.


તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા, અને મૂર્ખોની પીઠને માટે ફટકા, તૈયાર કરેલાં છે.


સોનું તથા માણેકમોતી તો પુષ્કળ હોય છે; પણ જ્ઞાની હોઠ તો એક મૂલ્યવાન જવાહિર છે.


ઘોડાને માટે ચાબુક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.


જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણિયામાં નાખીને સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.


સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે; તે પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય છે.


જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ [બેડી નખાવીને] મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે;


હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. તે દર સવારે [મને] જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની જેમ સાંભળું.


બધાએ તેમને વિષે સાક્ષી આપી, અને તેમનાં મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “શું એ યૂસફનો દીકરો નથી?”


Lean sinn:

Sanasan


Sanasan