Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 4:6
45 Iomraidhean Croise  

તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમારા સેવકની પ્રર્થના પર તથા તેની વિનંતી પર લક્ષ આપીને, આજે તમારો સેવક જે આજીજી તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે તમે સાંભળો:કે


આ ઉપરથી હિઝકિયા રાજાએ તથા આમોસના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતાં આકાશ તરફ [ઊંચું જોઈને] વિનંતી કરી.


હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.


સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ; તે મારો સાદ સાંભળશે.


તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.


હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો; તેમની આગળ તમારું હ્રદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


તારાં કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.


હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે!


હવે નેરિયાના પુત્ર બારુખના હાથમાં તે વેચાણખત સોંપ્યા પછી મેં યહોવાને વિનંતી કરી,


“મને હાંક માર, એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


શાદ્રાખ, મેશાખ, તથા અબેદ-નગોએ રાજાને ઉત્તર આપ્યો, “હે નબૂખાદનેસ્સાર રાજાજી, આ બાબતમાં અમારે ઉત્તર આપવાની કંઈ જરૂર નથી.


જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો, (તેના ઓરડાની બારીઓ તો યરુશાલેમ તરફ ઉઘાડી રહતી હતી;) અને તે અગાઉ કરતો હતો તેમ, દિવસમાં ત્રણવાર ઘૂંટણિયે પડીને તેણે પ્રાર્થના કરી, ને પોતાના ઈશ્વરની આભારસ્તુતિ કરી.


પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને આપવામાં આવશે.


અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.


તે માટે આવતી કાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતા [ની વાતો] ની ચિંતા કરશે. દિવસને માટે તે દિવસનું દુ:ખ બસ છે.


એ માટે તમે તેઓના જેવા ન થાઓ. કેમ કે જેની તમને અગત્ય છે, તે તેની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.


પણ પ્રભુએ તેને કહ્યું, “માર્થા, માર્થા, તું ઘણી વાતો વિષે ચિંતા કરે છે અને ગભરાય છે!


તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “એ માટે હું તમને કહું છું કે, [તમારા] જીવને માટે‍ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું; તેમ તમારા શરીરને માટે પણ ન કરો કે, અમે શું પહેરીશું.


અમે શું ખાઈશું તથા શું પીશું, એની ચિંતા ન કરો, અને મનમાં સંદેહ ન રાખો.


સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ. તે [શીખવવા] માટે તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું,


તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે, જેઓ તેમને રાતદિવસ વીનવે છે, અને જેઓના વિષે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહિ આપશે?


શું તને દાસ છતાં તેડવામાં આવ્યો છે? તો એની ચિંતા ન કર; પણ જો તું છૂટો થઈ શકે એમ હોય, તો વધારે સારું એ છે કે તારે તેનો લાભ લેવો.


પણ તમે નિશ્ચિત રહો, એવી મારી ઇચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે કે, મારે પ્રભુને કેવી રીતે પ્રસન્‍ન કરવા.


તમે પણ તમારી પ્રાર્થનાથી અમને સહાય કરજો કે, ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું, તેને લીધે અમારી વતી ઘણા આભારસ્તુતિ કરે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો.


આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.


અને ખ્રિસ્તની શાંતિ કે જે [પામવા] માટે તમે એક શરીર [થવાને] તેડાયેલા છો, તે તમારાં રહ્દયોમાં રાજ કરે; અને આભારસ્તુતિ કરો.


વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો, અને તેમાં આભારસ્તુતિ કરીને જાગૃત રહો.


હવે સહુથી પ્રથમ હું એવો બોધ કરું છું કે, સર્વ માણસોને માટે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભારસ્તુતિ કરવામાં આવે.


જે વિધવા ખરેખર નિરાધાર છે, તે ઈશ્વર પર આસ્થા રાખે છે, અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.


હાન્‍નાએ ઉત્તર આપ્યો, “ના, મારા મુરબ્‍બી, હું દુ:ખી મનની સ્‍ત્રી છું. મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી.


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan