Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 3:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એ માટે કે હું તેમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમનાં દુ:ખોના ભાગિયાપણાને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આ જ મારી ઝંખના છે: હું ખ્રિસ્તને જાણું, તેમના સજીવન થવામાં પ્રગટ થયેલ સામર્થ્યનો અનુભવ કરું, તેમનાં દુ:ખોમાં ભાગ લઉં અને તે તેમના મરણમાં જેવા હતા તેવો બનું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હું માત્ર ખ્રિસ્તને અને મૃત્યુમાંથી સજીવન થવાના સાર્મથ્યને જાણવા માંગુ છું. હું ખ્રિસ્તની વ્યથામાં સહભાગી થવા માંગુ છું અને તેના મરણમાં તેના સમાન થવા માગું છું.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 3:10
34 Iomraidhean Croise  

યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


તે તેઓને કહે છે, “તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી.”


કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે, અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે.”


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો.


કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય:


લખેલું છે, “તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ. કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.”


તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.


કેમ કે જેમ ખ્રિસ્તમાં દુ:ખ અમને પુષ્કળ પડે છે, તેમ જ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે.


કેમ કે જોકે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા, તોપણ તે ઈશ્વરના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે તમારે માટે જીવીશું.


હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તોપણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.


હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુનાં ચિહ્નોની છાપ મારેલી છે.


ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐકય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રૌઢ પુરુષત્વમાં, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ.


વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,


તમારે માટે મારા પર જે દુ:ખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તનાં સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું, તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું.


વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્‍નતમાં મૂએલા છતાં, તેમણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેમની સાથે જીવતા કર્યાં.


એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જયાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે ઉપરની, વાતો શોધો.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે,


જ્યાં સુધી હું આ માંડવામાં છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે.


જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે આપણે તેમને ઓળખીએ છીએ.


પણ જે કોઈ તેમનું વચન પાળે છે, તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે, તેમનામાં છીએ.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan