Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 2:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે] , તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તેની યોગ્યતાની તમને પણ જાણ છે: જેમ પુત્ર પિતાની સાથે ક્મ કરે તેમ તેણે શુભસંદેશના પ્રચાર અર્થે મારી સાથે ક્મ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તમે જાણો છો કે તિમોથી કેવા પ્રકારનો માણસ છે. જે રીતે એક પુત્ર તેના પિતાની સેવા કરે તે રીતે સુવાર્તાના (પ્રસાર) કાર્યમાં તેણે મારી સાથે સેવા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 2:22
20 Iomraidhean Croise  

લુસ્રા તથા ઈકોનિયમમાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી.


અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે,


પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, એ વિષે સંભાળ રાખજો; કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.


એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે.


કેમ કે મારું લખવાનું પ્રયોજન પણ એ જ છે કે, તમે સર્વ વાતે આજ્ઞાકારી છો કે નહિ તે વિષે હું તમારી પરીક્ષા કરું.


તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, ઘણી બાબતોમાં ઘણી વાર અમે એની કસોટી કરી છે, અને તે અમને ઉદ્યોગી માલૂમ પડયો છે, પણ તમારા પર [તેનો] ઘણો વિશ્વાસ હોવાથી તે હમણાં વધારે ઉદ્યોગી માલૂમ પડયો છે.


એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો.


હું આજ્ઞાની રૂએ નહિ, પણ બીજાઓની ઝંખનાને ધોરણે તમારા પ્રેમનું પારખું કરવાને આ કહું છું.


ભાઈઓ, મને જે જે દુ:ખો પડયાં, તે સુવાર્તાને [વિધ્નરૂપ થવાને બદલે તેનો] પ્રસાર થવામાં સહાયભૂત થયાં, એ તમે જાણો એવું હું ઈચ્છું છું.


પહેલા તો મારાં બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઇરાદાથી, શુદ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે.


હું જયારે જયારે તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે મારા ઈશ્વરનો આભાર માનું છું.


તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને યોગ્ય લાગે છે, કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગિયા હોવાથી, હું તમને મારા હ્રદયમાં રાખું છું.


કેમ કે તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી.


દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે;


ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.


આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.


તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.


પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ


ઈશ્વર પિતા તરફથી તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan