Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓ 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ભાઈઓ, મને જે જે દુ:ખો પડયાં, તે સુવાર્તાને [વિધ્નરૂપ થવાને બદલે તેનો] પ્રસાર થવામાં સહાયભૂત થયાં, એ તમે જાણો એવું હું ઈચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ભાઈઓ, મને પડેલાં દુ:ખો શુભસંદેશના પ્રચારમાં મદદરુપ નીવડયાં છે એ તમે જાણો એવું હું ઇચ્છું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ભાઈઓ, મને જે જે દુઃખો પડ્યાં, તે સુવાર્તાને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રસાર થવામાં સહાયભૂત થયાં, તે તમે જાણો એવું હું ઇચ્છું છું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓ 1:12
19 Iomraidhean Croise  

હવે બારમા માસને, એટલે અદાર માસને, તેરમે દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક આવ્યો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ ઉપર સત્તા મેળવવાની આશા રાખી હતી; પરંતું તેથી ઊલટું એમ બન્યું કે, યહૂદીઓએ જે પોતાના વેરીઓ ઉપર સત્તા મેળવી.


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


હવે હું જાણું છું કે, યહોવા સર્વ દેવો કરતાં મોટા છે. હા, જે બાબતમાં તેઓ તેમની વિરુદ્ધ ગર્વ કરતા હતા તેમાં જ [તે જીત્યા].”


એ તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે.


જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા‍‍ ચારે તરફ ફર્યા.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.


હું જયારે જયારે તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે મારા ઈશ્વરનો આભાર માનું છું.


તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને યોગ્ય લાગે છે, કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગિયા હોવાથી, હું તમને મારા હ્રદયમાં રાખું છું.


પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે] , તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી.


અને, ઓ ફિલિપીઓ, તમે પોતે જાણો છો કે, સુવાર્તા [પ્રસાર] ના આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી નીકળ્યો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજી કોઈ મંડળીએ ભાગ લીધો નહોતો;


વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે.


એ માટે મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદવિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે.


તે [સુવાર્તા] ને લીધે હું ગુનેગારની જેમ બંદીખાનામાં પડતાં સુધીનું દુ:ખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.


પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan