Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ સિયોન પર્વત પર બચી રહેલાઓ હશે, ને તે પવિત્ર થશે; અને યાકૂબના વંશજો પોતાના વતનો ભોગવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 “પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે તેઓ પવિત્ર થશે અને યાકૂબના વંશજો પોતાનો વારસો પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે, અને તે પવિત્ર થશે, યાકૂબના વંશજો પોતાનો વારસો પાછો મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:17
25 Iomraidhean Croise  

કેમ કે ઈશ્વર સિયોનને તારશે, અને યહૂદિયાનાં નગરોને બાંધશે; તેઓ તેમાં વસશે, અને તેનું વતન પામશે.


સિયોન ઇનસાફથી, અને [પ્રભુ પાસે] તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.


તે દિવસે ઇઝરાયલનાં બચેલાંને માટે યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.


હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ [મૂકીશ] , ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”


વળી તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે, તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે.


હું યાકૂબમાંથી સંતાન, તથા યહૂદિયામાંથી મારા પર્વતોનો વારસ કાઢી લાવીશ; અને મારા પસંદ કરાયેલા તેનો વારસો પામશે, ને મારા સેવકો ત્યાં વસશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ત્યારે યહૂદિયાના દેશમાં તથા તેનાં નગરોમાં લોકો ફરીથી આ આશીર્વચન કહેશે, ‘હે ન્યાયનિકેતન, હે પવિત્ર પર્વત, યહોવા તને આશીર્વાદ આપો.’


તેથી યહૂદિયાના જે બાકી રહેલા લોકો મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓમાંથી કોઈ બચશે કે [જીવતો] રહેશે નહિ, અને પાછા આવીને જ્યાં તેઓ રહેવા ઇચ્છે છે, તે યહૂદિયા દેશમાં પાછા આવનાર કોઈ પણ બાકી રહેશે નહિ. કેમ કે જેઓ નાસી જશે, તેઓ સિવાય કોઈ પાછો આવશે નહિ.”


વળી તરવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા દેશમાં પાછા આવશે; અને જે બાકી રહેલા યહૂદીઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું, કાયમ રહેશે.


યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”


હા, હું માણસોને, એટલે મારા ઇઝરાયલ લોકને, તમારા પર ચલાવીશ. તેઓ તારા માલિક થશે, ને તું તેઓનો વારસો થશે, ને તું ફરીથી તેમને નિ:સંતાન કરશે નહિ.


પણ તેઓમાંથી જેઓ બચવાના છે તેઓ બચી જઈને સર્વ પોતપોતાની અનીતિને લીધે શોક કરતા ખીણના પ્રદેશનાં કબૂતરોની જેમ પર્વતો પર [ટોળે] થશે.


પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.


[તે સમયે] એમ થશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે, તે તારણ પામશે, કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં કેટલાક બચી જશે, ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ [બચશે].


“આથી તમે જાણશો, હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો ઈશ્વર યહોવા છું, તે વખતે યરુશાલેમ પવિત્ર થશે, ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહિ.


તમે મારું સોનુંરૂપું લઈ લીધું છે, ને મારી સુંદર કિંમતી વસ્તુઓ તમારાં મંદિરોમાં લઈ ગયા છો.


જુઓ, પ્રભુ યહોવાની આંખો દુષ્ટ રાજ્ય પર છે; ને હું પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરીશ.” યહોવા કહે છે, “ફક્ત એટલું જ કે યાકૂબના વંશનો હું પૂરેપૂરો નાશ નહિ કરીશ.


કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકોમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ.


યહોવા કહે છે કે, હું સિયોનમાં પાછો આવ્યો છું, ને હું યરુશાલેમમાં રહીશ. યરુશાલેમ સત્યનું નગર કહેવાશે. તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan