Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તારા ભાઈ યાકૂબ ઉપર જુલમ ગુજાર્યાને લીધે તું લજ્જિત થશે, ને તું સદાને માટે નષ્ટ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 “તેં યાકોબના વંશજો, તારા ભાઈઓને લૂંટી લઈ તેમને મારી નાખ્યા હોઈ તને સદાને માટે બટ્ટો લાગશે અને તારો સદંતર નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારા ભાઈ યાકૂબ પર જુલમ ગુજાર્યાને કારણે તું શરમથી ઢંકાઈ જઈશ અને તારો સદાને માટે નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હે અદોમ, તારા ભાઇ યાકૂબ પર થયેલી બળજબરીને કારણે શરમથી ઢંકાઇ જઇશ અને તારો સદાને માટે નાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:10
30 Iomraidhean Croise  

અને યાકૂબે પોતાની મા રિબકાને કહ્યું, “જો, મારો ભાઈ એસાવ કેશી માણસ છે, ને હું તો સુંવાળો માણસ છું.


અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


કેમ કે અદોમીઓ ફરીથી આવ્યા હતા, ને યહૂદિયાને મારીને કેટલાકને બંદીવાન કરી લઈ ગયા હતા.


મારા શત્રુઓ વસ્‍ત્રની જેમ લાજથી છવાઈ જાઓ, અને ડગલાની જેમ તેઓ પોતાની શરમથી ઢંકાઈ જાઓ.


તેના શત્રુઓને હું લાજથી ઢાંકી દઈશ; પણ તેના પોતાના પર તેનો મુગટ દીપશે.”


હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.


કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે; મારા મુખ પર શરમ પથરાયેલી છે.


તમે તેની જુવાનીના દિવસ ટૂંકા કર્યા છે; તમે તેને લાજથી ઢાંકી દીધો છે. (સેલાહ)


સદાચારીને માથે આશીર્વાદ ઊતરે છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું છે.


જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સરજનહારની નિંદા કરે છે; જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.


[યહોવા કહે છે,] “જે વારસો મેં મારા લોકોને, એટલે ઇઝરાયલને, આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ અડકે છે, તેઓ સર્વને જુઓ, હું તેઓની ભૂમિમાંથી ઉખેડી નાખીશ, ને તેઓની વચ્ચેથી યહૂદાના વંશજોને ઉખેડી નાખીશ.


અમે અમારી લાજમાં પડી રહીએ, ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમારા ઈશ્વર યહોવાનું કહ્યું અમે માન્યું નથી.”


કેમ કે યહોવા કહે છે, મેં મારા પોતાના સમ ખાધા છે કે, બોસ્ત્રા વિસ્મય, નિંદા, તથા શાપરૂપ અને ઉજ્જડ થશે. તેનાં સર્વ નગરો સદાકાળ ઉજ્જડ રહેશે.


અમે નિંદા સાંભળી છે, તેથી અમે લજ્જિત થયા છીએ. યહોવાના મંદિરનાં પવિત્રસ્થાનોમાં પરદેશીઓ આવ્યા છે, તેથી અમારાં મુખ લાજથી છવાઈ ગયાં છે.


અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.


રે સિયોનની દિકરી, તારા અન્યાયની સજા [હવે] પૂરી થઈ છે. તે તને ફરીથી બંદિવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી તે તારા અન્યાયનું શાસન આપશે. તે તારાં પાપ ઉઘાડાં કરશે.


હું તને સદાને માટે વેરાન કરી નાખીશ, ને તારાં નગરોમાં વસતિ થશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


તેઓ ટાટ પણ પહેરશે, ને ત્રાસ તેમને ઢાંકી દેશે. અને સર્વના મુખ પર શરમ છવાઈ જશે, ને તે સર્વના માથાં મૂંડાવેલા હશે.


યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.


યહોવા કહે છે: “અદોમના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તે તરવાર લઈને પોતાના ભાઈની પાછળ પડ્યો, ને દયાનો છેક ત્યાગ કર્યો, ને ક્રોધના આવેશમાં નિત્ય મારફાડ કરતો હતો, ને તેનો રોષ કદી શમી ગયો નહિ.


ત્યારે મારી વેરણ જેણે મને કહ્યું, “તારો ઈશ્વર યહોવા ક્યાં છે?” તે તે જોશે, ને શરમથી ઢંકાઈ જશે?” મારી આંખો તેને [ભોંઠો પડેલો] જોશે. હવે ગલીઓના કાદવની જેમ તે પગો તળે ખૂંદાશે.


તું કોઈ અદોમીનો તિરસ્કાર ન કર, કેમ કે તે તારો ભાઈ છે. તું કોઈ મિસરીનો તિરસ્કાર ન કર, કેમ કે તું તેના દેશમાં પ્રવાસી હતો.


તેઓની ત્રીજી પેઢીનાં છોકરાં યહોવાની મંડળીમાં પ્રવેશ કરી શકે.


Lean sinn:

Sanasan


Sanasan