Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઓબાદ્યા 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે: પ્રભુ અદોમને શિક્ષા કરશે યહોવા તરફથી અમને ખબર મળી છે: “તમે ઊઠો. ને આપણે અદોમની વિરુદ્ધ યુદ્ધ કરવાને સજ્જ થઈએ, એવું કહેવાને એક એલચીને પ્રજાઓની પાસે મોકલવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઓબાદ્યાનું સંદર્શન. પ્રભુ યહોવાહ અદોમ વિષે આમ કહે છે; યહોવાહ તરફથી અમને ખબર મળી છે કે, એક એલચીને પ્રજાઓ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો છે “ઊઠો ચાલો આપણે અદોમની વિરુદ્ધ લડાઈ કરવાને જઈએ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ ઓબાદ્યાનું સંદર્શન છે. પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે: યહોવા દેવ તરફથી અમને સંદેશો મળ્યો છે. દેવે એલચી મોકલ્યો છે અને રાષ્ટ્રો માટે આ સંદેશો આપ્યો છે. ઉભા થાઓ, “ચાલો આપણે અદોમની સામે યુદ્ધે ચઠીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ઓબાદ્યા 1:1
28 Iomraidhean Croise  

અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું;” માટે તેનું નામ “અદોમ કહેવાયું.


અને એસાવ સેઈર પહાડ પર રહ્યો. એસાવ તે જ અદોમ છે.


અને સેઈર પહાડ પરના અદોમ લોકનો પૂર્વજ, જે એસાવ, તેનો વંશ એ છે.


હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.


દૂમા વિષે ઈશ્વરવાણી:સેઈરમાં કોઈ મારા તરફ પોકારે છે, “રે ચોકીદાર, રાત કેટલી ગઈ? રે ચોકીદાર, રાત કેટલી ગઈ?”


ચોકીદારે કહ્યું, “સવાર થાય છે, ને રાત પણ આવે છે; જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરીને આવો.”


જો કે તેના સરદારો સોઆનમાં છે, અને તેના એલચીઓ હાનેસ પહોંચ્યા છે;


પછી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો, ને જે પ્રજાઓની પાસે યહોવાએ મને મોકલ્યો હતો તે સર્વને તે પાયો;


અદોમ, મોઆબ તથા આમ્મોનીઓ;


વળી જે અફવા દેશમાં સંભળાશે તેથી તમારું હ્રદય ગભરાય નહિ, ને તમે ભયભીત થતા નહિ; કેમ કે એક વર્ષમાં એક અફવા ઊડશે, ને ત્યાર પછી બીજા વર્ષમાં [બીજી] અફવા ફેલાઈ જશે, ને અધિકારી અધિકારીની વિરુદ્ધ થયાથી તે દેશમાં જુલમ થશે.


વળી યહોવનું વચન મારી પાસે આવ્યું,


યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.


છીડું પાડનાર તેઓની આગળ નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર નીકળ્યા છે. તેઓનો રાજા તેઓની આગળ ચાલ્યો ગયો છે, ને યહોવા તેમનો આગેવાન છે.


અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.


પણ જ્યારે તમે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળશો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.


Lean sinn:

Sanasan


Sanasan