ગણના 7:84 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)84 જે દિવસે વેદીનો અભિષેક થયો તે દિવસે ઇઝરાયલના અધિપતિઓએ તેનું પ્રતિષ્ઠાર્પણ કર્યું, તે આ હતું.:એટલે રૂપાની બાર કથરોટો, રૂપાના બાર પ્યાલા, સોનાનાં બાર ધૂપપાત્ર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.84-88 યજ્ઞવેદીના પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે ઇઝરાયલીના કુટુંબોનાં બાર આગેવાનોએ આપેલી કુલ ભેટો નીચે પ્રમાણે છે: ચાંદીના બાર થાળ અને ચાંદીના બાર પ્યાલા અને સોનાનાં બાર ધૂપપાત્રો. પવિત્રસ્થાન તોલમાપ પ્રમાણે દરેક થાળનું વજન આશરે દોઢ કિલો હતું, પ્યાલાનું વજન આશરે પોણો કિલોગ્રામ હતું. સોનાના ધૂપપાત્રનું વજન આશરે 110 ગ્રામ હતું. દહનબલિને માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: બાર વાછરડા, બાર ઘેટા, એક વર્ષની ઉંમરના બાર નર હલવાન; તે સાથે જરૂરી ધાન્યઅર્પણ. પ્રાયશ્ર્વિતબલિ માટે કુલ બાર બકરા હતા. તે ઉપરાંત સંગતબલિ માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: ચોવીસ આખલા, સાઠ ઘેટા, સાઠ બકરા અને એક વર્ષની ઉંમરનાં સાઠ હલવાન. વેદીની પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે આ ભેટોનું અર્પણ કરવામાં આવ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201984 જે દિવસે વેદીનો અભિષેક થયો તે પ્રસંગે ઇઝરાયલના આગેવાનોએ તેનું પ્રતિષ્ઠાપન કર્યું. તે આ હતું. એટલે ચાંદીની બાર કથરોટ, ચાંદીના બાર પ્યાલા તથા સોનાનાં બાર ધૂપપાત્રો, Faic an caibideilપવિત્ર બાઈબલ84 આ રીતે વેદીના અભિષેકના પ્રસંગે ઇસ્રાએલના વંશના આગેવાનો સમર્પણવિધિમાં પોતપોતાનાં અર્પણો લાવ્યાં; ચાંદીની 12 કથરોટ, ચાંદીના 12 પ્યાલા, તથા સોનાની 12 ધૂપદાનીઓ, Faic an caibideil |