યહોવા કહે છે, “જેમ ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણ લાવે છે, તેમ તેઓ સર્વ પ્રજાઓમાંથી તમારા સર્વ ભાઈઓને યહોવાને માટે અર્પણ તરીકે, મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા સાંઢણીઓ પર બેસાડીને લાવશે.”
તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે; અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર [આવશે] ; અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર [ક્રોધ] રેડવામાં આવશે.”
તેનું અર્પણ આ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ [શેકેલ] હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.
મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.
અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યાં; અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલાં સોનાનાં પ્યાલાં હતાં, એ [ધૂપ] સંતોની પ્રાર્થનાઓ છે.
ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો, તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજયાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે.