તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા [નીકળતા હતા] , અને તેની વાસ બધે પ્રસરતી હતી.
તેનું અર્પણ આ હતું:રૂપાની એક કથરોટ, જેનું વજન એકસો ને ત્રીસ [શેકેલ] હતું, ને પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો. બન્ને પાત્રો ખાદ્યાર્પણને માટે તેલે મોહેલા મેંદાથી ભરેલાં હતાં.