Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ‘પ્રભુ તમને આશિષ આપો, અને તમારી સંભાળ રાખો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ‘યહોવા તમને આશીર્વાદ આપો અને તમાંરું રક્ષણ કરો;

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:24
22 Iomraidhean Croise  

અને જો, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ; કેમ કે જે મેં તને કહ્યું છે, તે પૂરું કર્યા વગર હું તને નહિ મૂકીશ.”


તો હવે તમારા સેવકનું ઘર તમારી આગળ સર્વકાળ ટકે, તે માટે હવે કૃપા કરીને તેને આશીર્વાદ આપજો; કેમ કે, હે પ્રભુ યહોવા, તમે તે બોલ્યા છો; અને તમારા આશીર્વાદથી તમારા સેવકનું ઘર સદા આશીર્વાદિત થાઓ.”


આકાશ તથા પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપો.


આંખની કીકીની જેમ મને સંભાળો, તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.


તમારા લોકને તારો, અને તમારા વારસાને આશીર્વાદ આપો; વળી તેઓનું પાલનપોષણ કરો, અને સદા તેઓને ઊંચકી રાખો.


તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે;


“હું યહોવા તેનો રક્ષક છું; પળેપળે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.


“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;


માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્રસ્થાન ઉપર, પ્રભુની ખાતર, તમારી કૃપાદષ્ટિ પડવા દો.


હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે [નામ] દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો.


નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી.


જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રેમ રાખે છે તેઓ સર્વ પર કૃપા થાઓ. આમીન. ?? ?? ?? ?? 1


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે થાઓ. આમીન. ?? ?? ?? ?? 1


અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હ્રદયોની તથા મનોની સંભાળ રાખશે.


હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતાં સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ [તથા] નિર્દોષ રાખવામાં આવો.


અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.


હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,


અને જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને કાપનારાઓને કહ્યું, “યહોવા તમારી સાથે હો.” તેઓએ ઉત્તર આપ્યો, “યહોવા તમને આશીર્વાદ આપો.”


તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan