Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 “હારુનને તથા તેના દિકરાઓને એમ કહે કે, તમે આ પ્રમાણે ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો:તેઓને તમે એમ કહો કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 “તું આરોન અને તેના પુત્રોને આ પ્રમાણે કહે: તમારે ઇઝરાયલી લોકોને નીચે પ્રમાણે આશિષ આપવી:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, ‘તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “હારુન અને તેના પુત્રોને કહે કે, તેઓ ઇસ્રાએલી પ્રજાને આ ખાસ આશીર્વાદ આપે:

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:23
27 Iomraidhean Croise  

અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.”


અને યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને ફારુનની હજૂરમાંથી નીકળ્યો.


અને યૂસફે તેના પિતા યાકૂબને અંદર લાવીને ફારુણી સમક્ષ ઊભો કર્યો; અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો.


અને તે દિવસે તે તેઓને આશીર્વાદ આપતાં બોલ્યો, “ઇઝરાયલપુત્રો તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપશે, ને કહેશે, ઈશ્વર તને એફ્રાઇમ તથા મનાશ્શાના જેવો કરો.” અને તેણે એફ્રાઇમને મનાશ્શાથી પહેલો મૂકયો.


તેણે ઊભા થઈને મોટે અવાજે ઇઝરાયલની આખી સભાને આશીર્વાદ આપ્યો,


આમ્રામના પુત્રો:હારુન તથા મૂસા. હારુન તથા તેના પુત્રો સદા પરમપવિત્ર અસ્તુઓ અર્પે, સદા યહોવાની આગળ ધૂપ બાળે, તેમની સેવા કરે, તથા તેમના નામે આશીર્વાદ આપે, માટે હારુનને જુદો ગણવામાં આવ્યો.


પછી લેવી યાજકોએ ઊઠીને લોકને મોટેથી આશીર્વાદ આપ્યો. અને તેઓની વાણી તથા પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં, એટલે આકાશમાં, સાંભળવામાં આવી.


અને મૂસાએ બધું કામ જોયું, તો જુઓ, તેઓએ તે પૂરું કર્યું હતું; જેમ યહોવાએ આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે તેઓએ તે કર્યું હતું; અને મૂસાએ તેમને આશીર્વાદ આપ્યો.


અને યહોવાએ મૂસાને કહ્યું,


આપણા પિતા ઈશ્વરથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.


આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. ?? ?? ?? ?? 1


તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરારકોશ ઊંચકવા માટે, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેમની સેવા કરવા માટે, તથા તેમને નામે આશીર્વાદ આપવા માટે જુદું પાડ્યું, અને આજ સુધી તે તેમજ છે.


અને યાજકો, એટલે લેવી પુત્રો, પાસે આવે; કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવેડો થાય.


અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.


આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા ને પરાત્પર ઈશ્વરનો યાજક હતો. તેણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો,


હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે એમાં તો કંઈ પણ વાંધો નથી.


અને સર્વ ઇઝરાયલ, ને તેઓના વડીલો તથા અધિકારીઓ, ને તેઓના ન્યાયાધીશો, દેશી તેમ જ પરદેશી પણ, યહોવાના કરારકોશને ઊંચકનારા લેવી યાજકોની આગળ, કોશની આ બાજુ ને પેલી બાજુ ઊભા રહ્યા. તેઓમાંના અર્ધા ગરીઝીમ પર્વતની સામે અને અર્ધા એબાલ પર્વતની સામે, યહોવાના સેવક મૂસાએ પહેલવહેલાં ઇઝરાયલ લોકોન આશીર્વાદ આપવા વિષે જેમ તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઊભા રહ્યા.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


ઈશ્વર પિતાથી તથા પિતાના પુત્ર ઈસુ ખ્રિસ્તથી આપણી સાથે કૃપા, દયા તથા શાંતિ સત્યમાં તથા પ્રેમમાં રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan