Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તે યહોવાની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો અર્પણ કરે, ને દોષર્થાર્પણને માટે પહેલાં વર્ષનો નર હલવાન લાવે, અને આગલા દિવસો રદ જાય, કેમ કે તેનું વૈરાગ [વ્રત] ભંગ થયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 અને નવેસરથી પ્રભુને પોતાના નાઝીરીપણાના દિવસો સમર્પિત કરીને નાઝીરીવ્રતની શરૂઆત કરે. પહેલાંનો સમય રદબાતલ ગણાય; કારણ, વ્રતભંગ થયો હતો. તેના દોષનિવારણબલિ તરીકે તેણે એક વર્ષનો ઘેટો આપવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને તે જ દિવસે તેણે ‘નજીરી’ ના વ્રતની નવેસરથી શરૂઆત કરીને વાળ વધારવા. આ અગાઉના તેના સમર્પણના દિવસો ગણવામાં આવશે નહિ, કારણ, તેનો વ્રતભંગ થયો હતો જેના દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:12
12 Iomraidhean Croise  

હલવાન એબરહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરાંમાંથી લેવો;


પણ જો નેક માણસ પોતાની નેકી છોડી દઈને દુષ્ટ કામ કરે, ને જે ધિક્કારપાત્ર કૃત્યો પુષ્ટ માણસ કરે છે તેઓનું અનુકરણ કરે, તો શું તે જીવવા પામશે? તેણે કરેલા નેક કામોમાંનું કોઇ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે જે જે અપરાધ તથા પાપ કર્યા, તે જ અપરાધ તથા પાપને લીધે તે માર્યો જશે.


અને યાજક દોષાર્થાર્પણનો હલવાન તથા પેલું માપ તેલ લઈને યહોવાની સમક્ષ તેમની આરતી ઉતારીને આરત્યર્પણ કરે;


અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી; અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને માટે તે યહોવાને માટે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લાવે; એક પાપાર્થાર્પણને માટે, ને બીજું દહનીયાર્પણને માટે.


અને યાજક એકને પાપાર્થાર્પણ તરીકે તથા બીજાને દહનીયાર્પણ તરીકે ચઢાવે, ને મરેલાના કારણથી થયેલા પોતાના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તે જ દિવસે તે પોતના માથાનું શુદ્ધિકરણ કરે.


અને જ્યારે નાજીરીના વૈરાગવ્રતના દિવસ પૂરા થાય, ત્યારે તેને માટે નિયમ આ છે: તે મુલાકાતમંડપના દ્વાર પાસે લવાય.


પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.


પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.


કેમ કે જે કોઈ આખું નિયમશાસ્‍ત્ર પાળશે, અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી છે.


તમે પોતાના વિષે સાવધ રહો, જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂરું પ્રતિફળ પામો.


Lean sinn:

Sanasan


Sanasan