ગણના 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તો તે પુરુષ પોતાની સ્ત્રીને યાજકની પાસે લાવે, ને તે તેને માટે તેનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો, તે પર તે કંઈ તેલ ન રેડે, તેમ જ તે પર લોબાન ન મૂકે, કેમ કે તે સંશયનું ખાદ્યાર્પણ છે, એટલે અન્યાયની યાદ કરાવનારું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 એ બેમાંથી કોઈપણ કિસ્સામાં પતિએ પોતાની પત્નીને યજ્ઞકાર સમક્ષ લઈ જવી. તે સાથે તેણે અર્પણને માટે જવનો આશરે એક કિલો લોટ લાવવો. તેના પર તેલ રેડવામાં ન આવે કે લોબાન મૂકવામાં ન આવે; કારણ, એ તો સંશયનિવારણ માટે ગુનાની યાદ દેવડાવનારું અને તેને સાબિત કરવા માટેનું ધાન્યઅર્પણ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તો એ બાબતમાં તે પુરુષ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે તેને માટે પોતાનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો તેની પર તે કંઈ તેલ રેડે નહિ કે લોબાન પણ ન મૂકે. કારણ કે એ ઈર્ષ્યાનું ખાદ્યાર્પણ છે. એટલે કે અન્યાય યાદ કરાવવા માટેનું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તેણે 8 વાટકા જવનો લોટ (એક દશાંશ એફાહ) લઈ યહોવાને અર્પણ કરે. તેણે તેના પર તેલ રેડવું નહિ કે ધૂપ પણ મૂકવો નહિ, કારણ કે એ વહેમને કાઢવા ગુનાનું પારખું કરવા માંટેનું સ્મરણદાયક ખાધાર્પણ છે. Faic an caibideil |