Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જે નગરો તમે લેવીઓને આપો તેઓ [માં] છ આશ્રયનગરો હોય, મનુષ્યઘાતક ત્યાં નાસી જઈ શકે માટે તમારે તે આપવાં; અને એ ઉપરાંત તમારે બેંતાળીસ નગરો આપવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6-7 “તમારે લેવીઓને કુલ અડતાલીસ નગરો ચરાણની જમીન સાથે આપવાનાં છે. તેમાંનાં છ આશ્રયનાં નગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો ખૂની ત્યાં નાસીને આશ્રય લઈ શકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમાંરે લેવીઓને એકંદરે 48 ગામો ગૌચર જમીન સાથે સોંપવાના છે, તેમાંથી 6 આશ્રયનગરો તરીકે આપવાના છે. અજાણતા જેનાથી માંનવહત્યા થઈ ગઈ હોય તેમાંના એક આશ્રયનગરમાં નાસી જઈને ત્યા આશ્રય મેળવી શકે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:6
18 Iomraidhean Croise  

વળી યહોવા દુ:ખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે.


પણ લાગ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય, પણ તેના હાથમાં ઈશ્વર [કોઇને] સોંપે, તો તેને નાસી જવા માટે એક જગા હું તારે માટે ઠરાવીશ.


દિવસે તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે એક મંડપ થશે.


અને તમારે નગરની બહાર પૂર્વ તરફ બે હજાર હાથ, ને દક્ષિણ તરફ બે હજાર હાથ, ને પશ્ચિમ તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ માપવું. ને નગર વચમાં રહે. તેઓનાં નગરોનાં પાદરો એ પ્રમાણે હોય.


ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.


[એ વચન તથા સમ] જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.


અને તેઓએ હારુન યાજકના પુત્રોને મનુષ્યઘાતકનું આશ્રયનગર હેબ્રોન ને તેનાં ગૌચર, તથા લિબ્ના ને તેનાં ગૌચર;


અને તેઓએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ ને તેનાં ગૌચર, તથા ગેઝેર ને તેનાં ગૌચર:


અને મનાશ્શાના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાંનુમ ગોલાન ને તેનાં ગૌચર, તથા બેશ્તરા ને તેનાં ગૌચર, એ બે નગરો લેવીઓનાં કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને [આપવામાં આવ્યાં].


અને ઇઝરાયલીઓએ, યહોવાના કહ્યા પ્રમાણે, પોતના વતનમાંથી આ નગરો અને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં.


અને નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ ને તેનાં ગૌચર, તથા હામ્મોથ-દોર ને તેનાં ગૌચર, તથા કાર્તાન ને તેનાં ગૌચર; એ ત્રણ નગરો [આપ્યાં].


અને રુબેનના કુળમાંથી બેસેર ને તેનાં ગૌચર, તથા યાહાસ ને તેનાં ગૌચર,


અને ગાદના કુળમાંથી મનુષ્યઘાતકનુમ આશ્રયનગર એટલે ગિલ્યાદમાંનું રામોથ ને તેનાં ગૌચર, તથા માહનાઈમ ને તેનાં ગૌચર:


Lean sinn:

Sanasan


Sanasan