Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું, તેને તમે ન વટાળો. કેમ કે હું યહોવા ઇઝરાયલી લોકોની મધ્યે રહું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 તમે જે દેશમાં વસો છો અને જેમાં હું વસું છું તેને ભ્રષ્ટ કરશો નહિ; કારણ, હું પ્રભુ છું અને હું ઇઝરાયલી લોકો મધ્યે વસું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તમે જે દેશમાં વસવા માંટે જાઓ છો, તેને તમે અપવિત્ર ન કરો, કારણ કે હું યહોવા તમાંરી મધ્યે નિવાસ કરનાર છું. તમે જે ભૂમિમાં વસો છો, જેમાં હું વસુ છું તેને તમાંરે ભ્રષ્ટ ન કરવી, કારણ હું યહોવા ઇસ્રાએલીઓ વચ્ચે વસુ છું.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:34
20 Iomraidhean Croise  

અને હું ઇઝરાયલી લોકો મધ્યે રહીશ, ને મારા લોક ઇઝરાયલને તજી દઈશ નહિ.”


“આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ; કેમ કે મેં તેને ઇચ્છયું છે.


યરુશાલેમમાં વસનાર યહોવાને સિયોનમાંથી ધન્ય હોજો. યહોવાની સ્તુતિ કરો.


અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


“આ લોકો જે સર્વને કાવતરું કહે છે તેને તમારે કાવતરું ન કહેવું; અને જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે બીવું નહિ, ને ડરવું નહિ.


પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”


જો કે યહોવા ત્યાં હતો તોપણ તેં કહ્યું છે કે, ‘આ બે પ્રજાઓ તથા આ બે દેશો મારાં થશે, ને અમે તેનો કબજો લઈશું.’


તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહિ; પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે, ને તેઓ આશૂરમાં અપવિત્ર અન્ન ખાશે.


અને મૂસા તથા હારુનની સામે તેઓએ એકત્ર થઈને તેઓને કહ્યું, “સમગ્ર પ્રજામાંના સર્વ પવિત્ર છે, ને યહોવા તેઓની મધ્યે છે, તે જોતાં તમે વિશેષ સત્તા ધારણ કરો છો:તો તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?”


નર તથા નારી બન્‍નેને તમે બહાર કાઢો, છાવણી બહાર તેઓને રાખો; એ માટે કે તેઓની છાવણી, કે જે મધ્યે હું વસુ છું તે તેવાંથી અશુદ્ધ ન થાય.”


તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય.


ઓ યહોવા, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને ક્ષમા કરો, ને તમારા ઇઝરાયલી લોક મધ્યે નિરપરાધીનું ખૂન [રહેવા] ન દો.’ અને તેઓને તે ખૂનની માફી મળશે.


કેમ કે તારી મધ્યે રહેનાર યહોવા તમારા ઈશ્વર આસ્થાવાન ઈશ્વર છે. રખેને યહોવા તારા ઈશ્વરનો કોપ તારી વિરુદ્ધ સળગી ઊઠે, ને પૃથ્વીની સપાટી પરથી તે તારો સંહાર કરે.


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, “જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, [ઈશ્વર] તેઓની સાથે વાસો કરશે, તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.


Lean sinn:

Sanasan


Sanasan