Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 તેમ કરવાથી જે દેશમાં તમે વસો છો તે અપવિત્ર થાય છે. ખૂન દેશને ભ્રષ્ટ કરે છે. ખૂનીના ખૂન સિવાય ભ્રષ્ટ થયેલી ભૂમિના શુદ્ધિકરણ માટે બીજું કોઈ પ્રાયશ્ર્વિત નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 “તમે જે ભૂમિમાં વસો છો તેને ભ્રષ્ટ ન કરશો. ખૂનથી ભૂમિ ભ્રષ્ટ થાય છે. જે ભૂમિ પર ખૂન થયું છે તેનું પ્રાયશ્ચિત બીજી કોઈ રીતે થઈ શકે નહિ, ખૂનીને દેહાતદડંની સજા થવી જ જોઈએ. પ્રાયશ્ચિત કરવા માંટે ખૂનીના લોહી સિવાય બીજો કોઈ રસ્તો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:33
26 Iomraidhean Croise  

અને તેમણે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.


માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું.


તેઓને રાજાએ લઈને ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યા. તેમને તેઓએ પર્વત પર યહોવા આગળ ફાંસીએ ચઢાવ્યા, તે સાતે જણ સાથે માર્યા ગયા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભના તેઓને મારી નાખવામાં આવ્યા.


તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”


રાજાએ તેને કહ્યું, “જેમ યોઆબ બોલ્યો છે તેમ તું કર, તેના પર તૂટી પડ, ને તેને દાટી દે; જેથી યોઆબે વગર કારણે પાડેલા રકત [નો દોષ] તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.


તોપણ જે બધાં ક્રોધજનક કૃત્યોથી મનાશ્શાએ યહોવાને રોષ ચઢાવ્યો હતો તેને લીધે તેનો જે મોટો કોપ યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો, તેનો જુસ્સો નરમ પડ્યો નહિ.


કેમ કે જે નિર્દોષ રક્તથી યરુશાલેમને ભરી દીધું હતું, તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતા.


એ પ્રમાણે તેઓએ તેને રસ્તો આપ્યો, અને જે રાજાના મહેલ પાસે ઘોડાના દરવાજાના નાકામાં આવી. અને ત્યાં તેઓએ તેને મારી નાખી.


પેઓરના બઆલ [ની પૂજા] માં તેઓ સામેલ થયા; અને મૂએલાંનાં‍ શ્રાદ્ધ ખાધાં.


તેઓએ નિરપરાધી રક્ત, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું રક્ત, વહેવડાવ્યું; તેઓએ એમને કનાનની મૂર્તિઓને ચઢાવ્યાં; અને રક્તથી દેશને અશુદ્ધ કર્યો.


વળી પૃથ્વી તેના રહેવાસીઓ [નાં પાપ] ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.


કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.


પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”


પરંતુ ખચીત જાણજો કે જો તમે મને મારી નાખશો, તો તમે તમારા પર, આ નગર પર તથા તેના રહેવાસીઓ પર નિર્દોષ રક્ત પાડવાનો દોષ લાવશો; કેમ કે આ સર્વ વચન તમને કાનોકાન કહેવા માટે યહોવાએ ખરેખર મને તમારી પાસે મોકલ્યો છે.”


અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું, ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે.


હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એક્ત્ર થઈ છે, તેઓ કહે છે, “તેને ભ્રષ્ટ કરીએ, ને સિયોન ઉપર આપણી દષ્ટિ ઠારીએ.”


અને આશ્રયનગરમાં નાસી ગયેલાની પાસેથી કંઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહિ.


કે જે દેશ યહોવા તારા ઈશ્વર વારસાને માટે તને આપે છે, તેમાં નિર્દોષ લોહી વહેવડાવવામાં ન આવે, ને એમ તને લોહીનો દોષ ન લાગે.


તારે તેના પર દયા લાવવી નહિ, પણ તારે ઇઝરાયલમાંથી નિર્દોષ લોહી દૂર કરવું કે તારું ભલું થાય.


તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય.


જેથી યરુબાલના સિત્તેર દીકર પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેનો બદલો લેવાય, ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મુકાય, કેમ કે તેણે તેઓને મારી નાખ્યા હતા, ને શખેમના માણસો પર પણ [દોષ મુકાય] , કેમ કે તેઓએ તેના ભાઈઓના ખૂનમાં તેને સહાય કરી હતી.


Lean sinn:

Sanasan


Sanasan