Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે રૂબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલ્યાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 રૂબેન અને ગાદનાં કુળો પાસે પુષ્કળ ઢોરઢાંક હતાં. તેમણે જોયું કે યાઝેર અને ગિલ્યાદનો પ્રદેશ ઢોર ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે રુબેનના તથા ગાદના વંશજો પાસે મોટી સંખ્યામાં જાનવરો હતાં. જયારે તેઓએ જોયું કે યાઝેરનો તથા ગિલ્યાદનો દેશ જાનવરો માટે અનુકૂળ જગ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:1
30 Iomraidhean Croise  

અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.


અને ઇબ્રામની સાથે લોત ચાલતો હતો, તેને પણ ઘેટાં તથા ઢોર તથા તંબુ હતાં.


અને લેઆ ગર્ભવતી થઈ, ને તેણે દિકરાને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ રૂબેન પાડયું; કેમ કે તેણે કહ્યું, “યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે. માટે હવે મારો પતિ મારા પર પ્રેમ કરશે.”


વળી તેઓએ ફારુણે કહ્યું, “આ દેશમાં પ્રવાસ કરવાને અમે આવ્યા છીએ; કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે તમારા દાસોનાં ટોળાંને માટે ચારો નથી; માટે હવે આપના દાસોને ગોશેન દેશમાં કૃપા કરીને રહેવા દો.”


તેઓએ યર્દન ઊતરીને યાઝેર પાસે ગાદની ખીણમાં જે નગર છે, તેની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.


પછી તેઓ ગિલ્યાદ તથા તાહતીમ-હોદશીના દેશમાં આવ્યા, પછી તેઓ દાન-યા આનમાં આવ્યા, ને ચકરાવો ખાઈ સિદોન તરફ ગયા;


આ નામવાર ગણાવેલા પુરુષો યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં આવ્યા, ને ત્યાંના રહેવાસીઓના તંબુઓનો નાશ કર્યો. તથા જે મેઉનીમ ત્યાં મળી આવ્યા તેઓનો જળમૂળથી નાશ કર્યો, ને તેઓની જગાએ પોતે રહ્યા, કેમ કે તેઓનાં ટોળાંને માટે ત્યાં ચારો હતો.


અને મિશ્રિત લોકોનો જ્થ્થો પણ તેમની સાથે ચાલતો હતો. અને ઘેટાંબકરાં તથા ઢોરઢાંક મળી અતિ ઘણાં જાનવર હતાં.


કેમ કે યહૂદિયાના રાજાના મહેલ વિષે યહોવા કહે છે કે, તું મારે મન ગિલ્યાદ છે, તું લબાનોનનું શિર છે; તોપણ ખચીત હું તને વગડા તથા વસતિહીન નગરો સરખું કરીશ.


અરે સિબ્માના દ્રક્ષાવેલા, હું તારે માટે યાઝેરના રુદન કરતાં ભારે રુદન કરીશ. તારી ડાળીઓ સમુદ્રને પેલે પાર સુધી ફેલાઈ ગઈ, તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી; ઉનાળાનાં તારાં ફળ પર, તથા તારી દ્રાક્ષાની નીપજ પર વિનાશક આવી પડયો છે.


પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે.


ગિલ્યાદમાં કંઈ પણ શેરી લોબાન નથી? ત્યાં કોઈ વૈદ નથી? તો મારા લોકોની દીકરીને રૂઝ કેમ નથી આવી?


[હે પ્રભુ] તમારા લોકો જેઓ તમારા વારસાનું ટોળું છે, ને જેઓ એકાંતમાં રહે છે તેઓને તમારી લાકડી તમારી પાસે રાખીને કાર્મેલના વનમાં ચારો. પુરાતન કાળથી જેમ તેઓને બાશાનમાં તથા ગિલ્યાદમાં ચરવા દો.


અને યાઝેરની જાસૂસી કરવા મૂસાએ [માણસોને] મોકલ્યા, ને તેઓએ તેનાં નગરો લઈ લીધાં, ને જે અમોરીઓ ત્યાં હતા તેઓને કાઢી મૂક્યા.


ત્યારે ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલાઝાર યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું,


અમારાં બાળકો, અમારી સ્‍ત્રીઓ, અમારાં ઘેટાંબકરાં તથા અમારાં સર્વ ઢોરઢાંક ત્યાં ગિલ્યાદનાં નગરોમાં રહેશે.


“અટારોથ, તથા દિબોન, તથા યાઝેર, તથા નિમ્રા, તથા હેશ્બોન, તથા એલાલે, તથા સબામ, તથા નબો, તથા બેઓન,


આટ્રોથ-શોફાન તથા યાઝેર તથા યોગ્બહા,


અને પ્રથમ ભાગ તેણે પોતાને માટે મેળવ્યો, કેમ કે નિયમસ્થાપકનો ભાગ ત્યાં રાખી મૂકેલો હતો; અને તે લોકોના આગેવાનોની સાથે આવ્યો, અને યહોવાના ન્યાયનો, તથા ઇઝરાયલ વિષે તેનો હુકમોનો તેણે અમલ કર્યો.”


અને તેઓની સરહદ આ હતી, એટલે યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, તથા રાબ્બાની સામેના અરોએર સુધીનો આમ્મોનપુત્રોનો અડધો દેશ;


ઇઝરાયલીઓએ ગિલ્યાદ દેશમાં રુબેનપુત્રો તથા ગાદપુત્રો, તથા મનાશ્શાના અર્ધકુળની પાસે એલાઝાર યાજકના પુત્ર ફીનહાસને મોકલ્યો.


અને રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ કનાન દેશમાંના શીલોમાંથી ઇઝરાયલીઓ મધ્યેથી નીકળીને પોતાના વતણો ગિલ્યાદ પ્રાંત, જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની આ પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા.


કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.


ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડાઓમાં બેઠો? રુબેનના વહેળાઓ પાસે મહા મોટી વિચારણા થઈ.


Lean sinn:

Sanasan


Sanasan