Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 31:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 જે કોઈ વસ્તુ અગ્નિમાં ટકી શકે તે તમે અગ્નિમાં નાખો, એટલે તે શુદ્ધ થશે, તોપણ શુદ્ધિના પાણીથી તે શુદ્ધ કરાશે, અને જે કંઈ અગ્નિમાં ટકી શકે નહિ તે તમે પાણીમાં નાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 શુદ્ધ કરવા માંટે અગ્નિમાંથી પસાર કરવું પડશે; પછી શુદ્ધિના પાણી વડે તેને શુદ્ધ કરવામાં આવશે, જો કાંઈ અગ્નિમાં મૂકી ન શકાય તે બધાને પાણીથી શુદ્ધ કરવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 31:23
20 Iomraidhean Croise  

અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ,


અને મૂસા પર્વત પરથી લોકો પાસે ઊતરી આવ્યો, ને તેણે લોકોને શુદ્ધ કર્યા, અને તેઓએ પોતાના વસ્‍ત્ર ધોયાં.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


અને તેઓમાંના કોઈનું મુડદું જે કંઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે લૂગડું કે ચામડું કે ટાટ, એટલે કોઈ પણ કામમાં આવતું હરકોઈ વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ત્યાર પછી તે શુદ્ધ ગણાય.


અને જે પ્રત્યેક વસ્‍ત્ર પર કે ચર્મ પર વીર્ય પડયું હોય, તેને પાણીમાં ધોઈ નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


અને તે અશુદ્ધ માણસને માટે તેઓ પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેને એક વાસણમાં ઝરાના પાણી સાથે મેળવે.


અને એક શુદ્ધ માણસ તે વાછરડીની રાખ એકત્ર કરે, ને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગાએ તેની ઢગલી કરે, ને ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે શુદ્ધિના પાણી તરીકે તે રાખી મૂકવામાં આવે; તે પાપાર્થાર્પણ છે.


પરંતુ સોનું રૂપું, પિત્તળ, લોઢું, કલાઈ, તથા સીસું,


અને સાતમે દિવસે તમે તમારાં વસ્‍ત્ર ધોઈ નાખો, એટલે તમે શુદ્ધ થશો, ને ત્યાર પછી તમે છાવણીમાં આવો.”


અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર:શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે.


પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.


તો દરેકનું કામ [કેવું છે તે] પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે.


એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.


વહાલાંઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુ:ખ પડે છે, તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો.


એ માટે હું તને એવી સલાહ આપું છું કે, તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; અને તું વસ્‍ત્ર પહેરે, ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય, માટે ઊજળાં વસ્‍ત્ર વેચાતાં લે. અને તું દેખતો થાય, માટે અંજન [વેચાતું] લઈને તારી આંખોમાં આંજ.


Lean sinn:

Sanasan


Sanasan