Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 30:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને, અથવા બંધનથી પોતાના જીવને બાંધવાને પ્રતિજ્ઞા લે, તો તે પોતાનું વડન તોડે નહિ. જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 જો કોઈ માણસ પ્રભુને માટે સ્વેચ્છાપૂર્વક કંઈક કરવાની માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વચન આપે તો તેણે તે વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જયારે કોઈ વ્યક્તિ યહોવાહ માટે, પોતાને માટે સમ ખાઈને વચન લે, તો તે પોતાનું વચન તોડે નહિ. તે તેના મુખ દ્વારા જે બોલ્યો હોય તે સર્વ કરવા માટે તેણે પોતાનું વચન પાળવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 30:2
36 Iomraidhean Croise  

તું તેમની પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને તું તારી માનતાઓ પૂરી કરશે.


યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂરી કરીશ.


યહોવાની આગળ મેં જે માનતાઓ [લીધી છે તે] હું તેમના સર્વ લોકોની સમક્ષ પાળીશ.


હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.


જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.


તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ.


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા, તેમના પર તેણે હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડયો છે.


હે ઈશ્વર, મેં તમારી માનતાઓ લીધી છે; હું તમને સ્તુત્યાર્પણો ચઢાવીશ.


તમારા ઈશ્વર યહોવાની માનતા લઈને પૂરી કરો; તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.


તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.


વગર વિચારે એમ કહી દેવું કે, ‘ [અમુક વસ્તુ] અર્પણ કરેલી છે, ’ અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.


અથવા જો કોઈ માણસ ભૂંડું કરવાના કે ભલું કરવાના સોગન પોતના હોઠોથી વગર વિચારે ખાય કે, વગર વિચારે સોગન ખાઈને ગમે તે કહે, ને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યાએ તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.


જુઓ, વધામણી લાવનારનાં, શાંતિના સમાચાર આપનારનાં પગલાં પર્વતો પર [દેખાય છે] ! હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર; કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહિ; તેનું નિકંદન થયું છે.


અને ઇઝરાયલે યહોવાની આઅગળ માનતા માનીને કહ્યું, “જો તું આ લોકોને મારા હાથમાં ખચીત સોંપે, તો હું તેઓનાં નગરોનો પૂરો નાશ કરીશ.”


અને જો તેણે પોતાના પતિના ઘરમાં આવ્યા પછી માનતા માની હોય કે, પ્રતિજ્ઞાથી પોતાના જીવને બાંધ્યો હોય,


તમે તમારાં બાળકોને માટે નગરો તથા તમારાં ઘેટાંને માટે વાડા બાંધો; અને તમે જેમ કહ્યું છે તેમ કરો.”


ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે! તમે કહો છો, ‘જો કોઈ મંદિરના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે.’


અને, જો કોઈ હોમવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરનાં અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે.


દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સમ ખાઈને પ્રતિજ્ઞા લીધી, “પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી આપણે અન્‍નજળ લેવું નહિ.”


તેઓએ મુખ્ય યાજકો તથા વડીલોની પાસે જઈને કહ્યું, “અમે આકરા સોગનથી બંધાયા છીએ, કે પાઉલને મારી નાખીએ નહિ ત્ચાં સુધી અમારે કંઈ પણ જીભ પર મૂકવું નહિ.


માટે તમે તેઓનું કહેવું માનશો નહિ; કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તેને માટે સંતાઈ રહ્યા છે. અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે, ‘અમે તેને મારી નાખીએ નહિ ત્યાં સુધી અન્‍નજળ લઈશું નહિ, ’ હમણાં તેઓ તૈયાર છે, અને તમારા વચનની રાહ જુએ છે.”


પણ મારા જીવના સમ ખાઈને હુ ઈશ્વરને સાક્ષી રાખું છું કે, તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.


ત્યારે યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો, ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો. અને યિફતાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી.


બે મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના પિતાની પાસે પાછી આવી, ત્યારે પોતે લીધેલી પ્રતિ પ્રમાણે તેણે તેને કર્યું. તે કુંવારી રહી હતી. તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે,


Lean sinn:

Sanasan


Sanasan