ગણના 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને નાદાબ તથા અબીહૂ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા, ને તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારુનની હજૂરમાં યાજકપદમાં સેવા બજાવતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પરંતુ નાદાબ અને અબીહૂ સિનાઈના રણપ્રદેશમાં પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચઢાવતાં માર્યા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેથી આરોનના જીવતાં સુધી એલાઝાર અને ઇથામારે યજ્ઞકાર તરીકેની સેવા બજાવી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ4 પરંતુ નાદાબ અને અબીહૂ એ અપવિત્ર અગ્રિ યહોવાને ધરાવ્યો તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓને એક પણ પુત્ર ન હતો. અને તેથી એલઆઝાર અને ઈથામાંર તેઓના પિતાના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ આપતા હતા. Faic an caibideil |