મારા ઈશ્વર યહોવાને અર્પણ કરવાને, તેમની આગળ ખુશ્બોદાર સુંગધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને માટે, ને સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ તથા અમારા ઈશ્વર યહોવાનાં નક્કી કરેલા પર્વોએ, સવાર તથા સાંજના દહનીયાર્પણોને માટે, તેમના નામને માટે, હું મંદિર બાંધું છું ઇઝરાયલને માટે સર્વકાળને માટે એ [વિધિઓ] ઠરાવેલા છે.
વળી રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહનીયાર્પણોને માટે, એટલે સવારનાં તથા સાંજનાં દહનીયાર્પણોને માટે, તેમ જ સાબ્બાથોનાં, ચંદ્ર દર્શનના દિવસોનાં તથા નિયુક્ત પર્વોનાં દહનીયાર્પણોને માટે યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે [તેણે આપવાનો ઠરાવ કર્યો].
તારે દર સવારે તેની સાથે નીચે પ્રમાણે ખાદ્યાર્પણ રજૂ કરવું; એટલે એક એફાહનો છઠ્ઠો ભાગ, ને મેંદાને મોણ દેવાને એક હીન તેલનો ત્રીજો ભાગ. એ કાયમ વિધિ પ્રમાણે યહોવાને માટે હંમેશનું ખાદ્યાર્પણ છે.
“હારુનને તથા તેના પુત્રોને એમ ફરમાવ કે, દહનીયાર્પણનો નિયમ આ છે: દહનીર્યાર્પણ આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે, અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.