Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 28:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્‍ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, ‘તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર:

Faic an caibideil Dèan lethbhreac




ગણના 28:2
32 Iomraidhean Croise  

અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, “માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહિ દઈશ, કેમ કે માણસના મણીઇ કલ્પના તેના બાળપણથી ભૂંડી છે; પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહિ કરીશ.


તથા યહોવાની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે ગણીને આબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ, તથા મુકરર પર્વોએ યહોવાને સર્વ દહનીયાર્પણો ચઢાવવાં.


મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે યહોવાને દહનીયાર્પણો ચઢાવવાને માટે જે લેવી યાજકોને દાઉદે યહોવાના મંદિરમાં જુદે જુદે સ્થાને નીમ્યા હતા. તેઓના હાથ નીચે યહોયાદાએ ઉત્સવ કરવાને તથા દાઉદના નિયમ પ્રમાણે ગાયન કરવાને યહોવાના મંદિરના કારભારીઓ નીમ્યા.


વળી રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહનીયાર્પણોને માટે, એટલે સવારનાં તથા સાંજનાં દહનીયાર્પણોને માટે, તેમ જ સાબ્બાથોનાં, ચંદ્ર દર્શનના દિવસોનાં તથા નિયુક્ત પર્વોનાં દહનીયાર્પણોને માટે યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે [તેણે આપવાનો ઠરાવ કર્યો].


તે સમયે યોસાદાકનો પુત્ર યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ ઊઠીને ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી, જેથી ઈશ્વરભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ દહનીયાર્પણ ચઢાવે.


તેઓને દેશોના લોકોનો ભય હતો તેથી તેઓએ તે વેદી પ્રથમ હતી તે જ જગાએ બાંધી. દરરોજ સવારે તથા સાંજે તેઓએ યહોવાને દહનીયાર્પણો ચઢાવ્યાં.


નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓના કુટંબો પ્રમાણે, દર વર્ષે ઠરાવેલે સમયે અમારા ઈશ્વરના મંદિરમાં લાકડાઓનાં અર્પણો લાવવા માટે, અમે, એટલે યાજકો, લેવીઓ તથા લોકોએ, [ચિઠ્ઠીઓ નાખી].


ચંદ્રદર્શન તેમ પૂનમને સમયે, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.


બેખમીર રોટલીનું પર્વ પાળ; એટલે તને મેં આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલે સમયે બેખમીર રોટલી તું સાત દિવસ ખા (કેમ કે તે [માસ] માં તું મિસરમાંથી નીકળ્યો); અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.


અને તું આખા ઘેટાનું વેદી પર દહન કર; તે યહોવાને માટે દહનીયાર્પણ છે; તે સુવાસને અર્થે યહોવાને માટે હોમયજ્ઞ છે.


વળી જે મારું અન્ન હું તને આપતો હતો, એટલે જે મેંદાથી, તેલથી તથા મધથી હું તારું પોષણ કરતો હતો, તે પર તેં સુવાસને માટે તેઓની આગળ અર્પણ કર્યું, અને એમ જ થતું! એમ પ્રભુ યહોવા કહે છે.


હું તમને [બીજી] ‍ પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.


વળી પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા સાબ્બાથોમાં, ઇઝરાયલ લોકોનાં સર્વ ઠરાવેલાં પર્વોમાં, દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો કરવાં એ સરદારની ફરજ છે. ઇઝરાયલ લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ, ખાદ્યાર્પણ, દહનિયાર્પણ તથા શાંત્યાર્પણો તેણે તૈયાર કરી રાખવા.”


પણ આંતરડાં તથા પગને તે પાણીથી ધોઈ નાખે, અને યાજક તે બધું અર્પીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


અને તે તેને પાંખો પાસેથી ચીરે, પણ તેના બે ભાગ પાડી ન દે; અને યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


પણ તેનાં આતરડાં તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર [લોક] થાય, ને પોતાના ઈશ્વરનું નામ વટાળે નહિ; કેમ કે તેઓ યહોવાના હોમયજ્ઞ, એટલે પોતાના ઈશ્વરની રોટલી, ચઢાવે છે; એ માટે તેઓ પવિત્ર થાય.


માટે તું તેને શુદ્ધ કર; કેમ કે તે તારા ઈશ્વરની રોટલી ચઢાવે છે, તે તારે માટે શુદ્ધ હોય; કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું.


અને યાજક વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.


૫ણ “યહોવાની મેજ અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન, તિરસ્કારપાત્ર છે, ” એવું કહીને તમે તેનું અપમાન કરો છો.


તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચઢાવો છો. તેમ છતાં તમે પૂછો છો, ‘અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું છે?’ યહોવાની મેજ તિરસ્કારપાત્ર છે, એવું કહીને તમે [અપમાન કર્યું છે].


ત્યારે, જો અજાણતાં તથા પ્રજાના જાણ્યા વિના તે થયું હોય, તો આખી પ્રજા યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ તરીકે એક વાછરડો તેના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ સાથે વિધિ પ્રમાણે ચઢાવે, ને પાપાર્થાર્પણ તરીકે એક બકરો પણ.


માનતા પૂરી કરવાને, અથવા ઐચ્છિકાર્પણ તરીકે, અથવા તમારાં ઠરાવેલઅં પર્વોમાં, યહોવાને માટે સુવાસ કરવા માટે ઢોરઢાંકનો કે ઘેટાંબકરાંનો હોમયજ્ઞ, દહનીયાર્પણ અથવા ય ચઢાવો,


અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાને માટે ચઢાવ.


અને યહોવાએ મૂસાને કહ્યું,


તમારાં દહનીયાર્પણોને માટે, તથા તમારાં ખાદ્યાર્પણોને માટે, તથા તમારાં પેયાર્પણોને માટે, તથા તમારાં શાંત્યર્પણોને માટે, તમારાં [ચઢાવેલાં] માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત, તમારે તમારાં ઠરાવેલાં પર્વોમાં યહોવાને એ ચઢાવવાં.”


પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલે સમયે કર્યું નહિ, તે માણસનું પાપ તેને માથે.


અને તે માણસોએ તેને કહ્યું, “અમે માણસના મુડદાથી અભડાયેલા છીએ. ઇઝરાયલી લોકો મધ્યે તેને માટે ઠરાવેલા સમયે યહોવાનું અર્પણ ચઢાવતાં અમને કેમ અટકાવવામાં આવે છે?”


કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધરૂપ છીએ.


અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.


મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.


Lean sinn:

Sanasan


Sanasan