મારા ઈશ્વર યહોવાને અર્પણ કરવાને, તેમની આગળ ખુશ્બોદાર સુંગધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને માટે, ને સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ તથા અમારા ઈશ્વર યહોવાનાં નક્કી કરેલા પર્વોએ, સવાર તથા સાંજના દહનીયાર્પણોને માટે, તેમના નામને માટે, હું મંદિર બાંધું છું ઇઝરાયલને માટે સર્વકાળને માટે એ [વિધિઓ] ઠરાવેલા છે.